ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન 30મી એપ્રિલના રોજ યોજાવા જઈ રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. જે માટે ઉમેદવારી પત્ર ભરાઈ રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ખાતે દરેકની નજર વડોદરા બેઠક પર છે કારણ કે ત્યાંથી ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર દાખલ કરશે. મળતી માહિતી મુજબ, નરેન્દ્ર મોદી 9મી એપ્રિલ, બુધવારના રોજ વડોદરાથી ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યાં છે.
મળતી વિગતો મુજબ, તેઓ 9મી એપ્રિલના રોજ વડોદરા એરપોર્ટ પર આવ્યા બાદ કિર્તી સ્તંભથી રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જશે અને ત્યાર બાદ તેઓ એરપોર્ટ ફરી એરપોર્ટ જશે અને અન્ય ઠેકાણે સભાઓ માટે રવાના થશે.
જે વિસ્તારમાંથી નરેન્દ્ર મોદીની રેલી નીકળશે તે મુજબ કિર્તીસ્તંભથી નરેન્દ્ર મોદી માર્કેટ ચાર રસ્તા, પદ્માવતી શોપીંગ સેન્ટર, અમદાવાદી પોળ તેમજ ત્યાંથી રાવપુરા રોડ પર થઇને ક્લેક્ટર કચેરી પહોંચશે. તેઓ બપોરે ૧૧ વાગે વડોદરા લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવશે.
નરેન્દ્ર મોદીનો ટેકેદાર ચાની લારીવાળો
નરેન્દ્ર મોદીએ વડોદરા લોકસભા બેઠક માટે પોતાનો ટેકેદાર એક ચાની લારીવાળો પસંદ કર્યો છે.વડાપ્રધાન પદના ઉમેદવાર એવા નરેન્દ્ર મોદીના ટેકેદાર બનવાના હોવાથી તે ચાની લારીવાળો અત્યારે તેમની જાતને ધન્ય માની રહ્યો છે. નરેન્દ્ર મોદીના ટેકેદાર તરીકે વડોદરાના રાજવી પરિવારના રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડ, સ્વ.મકરંદ દેસાઇના પત્ની નિલાબેન, ભાજપના સ્થાપના કાળના વડોદરાના પ્રથમ અધ્યક્ષ ભુપેન્દ્ર પટેલ, કોર્પોરેશન કચેરી સામે ચાની લારી ચલાવતા કિરણ મહીડા રહેશે. જ્યારે તેમના ડમી ઉમેદવાર તરીકે બાળુ શુકલ ઉમેદવારી નોંધાવશે..
RP
Reader's Feedback: