યાત્રીઓને વધારે સુવિધાઓ મળે તે હેતુથી ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન ( IRCTC)એ રેલ્વે સ્ટેશનો પર વિશ્રામ ગૃહ માટે ઓનલાઈન બુકીંગ સુવિધા શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, કોઈ પણ યાત્રી કન્ફર્મ કે આરસીએ ટિકીટના પીએનઆર નંબર સાથે વિશ્રામ ગૃહ માટે ઓનલાઈન બુકીંગ કરાવી શકે છે.
વર્તમાન સમયે મુંબઈના સીએસટી સ્ટેશન વિશ્રામ ગૃહની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. ત્યાર બાદ સુવિધાનો વધારો દિલ્હી, કોલક્તા જેવા મોટા સ્ટેશનો તથા પ્રમુખ પર્યટન કેન્દ્રો ખાતે થશે.
આ સુવિના બુકીંગ માટે કોઈ રજીસ્ટ્રેશન કે પછી લોગ ઈન આઈ ડીની જરૂરિયાત નથી. આ સુવિધા રાતે સાડા અગિયારથી લઈ 12 વાગ્યા દરમ્યાન એક કલાક માટે બંધ રહેશે. તે સિવાય 23 કલાક ઓનલાઈન બુકીંગ કરી શકાશે.
જોકે આ સુવિધા પહેલાથી જ દરેક રેલ્વે સ્ટેશન પર છે. જે રેલ્વે સ્ટેશન પર તમારે વિશ્રામ ગૃહની સુવિધા જોઈએ હોય તે માટે તમારે સફર જે સ્ટેશનથી શરૂ કર્યો છે ત્યાંથી વિશ્રામ ગૃહ બુક કરવો પડતો હોય છે. પરંતુ હવેથી આ સુવિધા તમે ઓનલાઈન બુક કરાવી શકો છો. મતલબ કે તમે ઘરેથી ઓનલાઈન વિશ્રામ ગૃહ બુક કરાવી શકો છો.
RP
Reader's Feedback: