અમરનાથ યાત્રા માટે આજથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ થઈ ગયો છે. ગત વર્ષે 18મી માર્ચથી રજીસ્ટ્રેશન શરૂ થયું હતું પરંતુ આ વખતે રજીસ્ટ્રેશન વહેલું શરૂ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, અમરનાથ યાત્રા માટે જવા ઈચ્છુક શ્રદ્ધાળુંઓ જમ્મુ કાશ્મીરની યશ બેંક અને પંજાબ નેશનલ બેંકની દેશભરમાં આવેલી જુદી જુદી 425 જેટલી શાખાઓમાં પોતાનું રજીસ્ટ્રેશન કરવી શકે છે.
આ રજીસ્ટ્રેશન અંગેની તમામ માહિતી શ્રાઈન બોર્ડની વેબસાઈટ ઉપરથી મળી રહેશે.
અરજદારે પોતાના હેલ્થ સર્ટિફિકેટ ફરજીયાતપણે રજૂ કરવું પડશે. આ ઉપરાંત 17મી માર્ચથી હેલિકોપ્ટર સેવાનું બુકીંગ શરૂ થશે.
RP
Reader's Feedback: