Home» Travel -Tourism» National Tourism» Minimum distance for tatkal ticket extended

તત્કાલ ટિકીટ માટે ન્યુનતમ અંતર 500 કિમી થશે

એજન્સી | February 28, 2014, 02:52 PM IST
minimum distance for tatkal ticket extended

નવી દિલ્હી :

માર્ચ મહિનાથી રેલ્વે બોર્ડ નવો નિયમ અલમમાં મૂકી રહી છે. જેમાં રેલ્વે બોર્ડે તત્કાલ ટિકીટ માટે ન્યુનતમ અંતર 200-300 કિમીને વધારીને 500 કિમી કરવા નિર્ણય લીધો છે.  મનાઈ રહ્યું છેકે આ નિર્ણયને પગલે રેલ્વેની આવકમાં વધારો થશે તેમજ લાંબા અંતરના મુસાફરોને લાભ મળશે. જોકે ઓછા અંતર માટે તત્કાલ લેનારને પૂરેપૂરી ટિકીટનું ભાડુ ખર્ચવું પડશે.


તત્‍કાલ સ્‍કીમથી ટ્રેનની ટિકીટ મેળવવાનું વધુ મોંઘુ થઇ જશે. રેલ્‍વે બોર્ડે તત્‍કાલ ટીકીટ માટે ન્‍યુનતમ અંતર ૨૦૦-૩૦૦ કીમીથી વધારીને પ૦૦ કીમી કરવાની તૈયારી કરી લીધી છે. જેથી પ૦૦ કિમીથી ઓછા અંતર માટે ભાડુ પ૦૦ કીમીનું જ ચુકવવુ પડશે. આ માટે સેન્‍ટર ફોર રેલ્‍વે ઇર્ન્‍ફોમેશન સિસ્‍ટમ (ક્રીશ)ને સોફટવેરમાં ફેરફાર કરવા જણાવી દેવાયુ છે.

 

 રેલ્‍વે બોર્ડના ડાયરેકટર ડો. એસ. કે. આહીરવારે આ પ્રકારનો નિર્દેશ આપ્‍યો છે. તેમણે ક્રીશના વડાને પત્ર લખ્‍યો છે જેમાં દરેક શ્રેણી માટ ન્‍યુનતમ નિર્ધારીત અંતર વધારવા માટે જ જણાવ્‍યુ છે. સરકયુલરમાં જણાવાયુ છે કે સ્‍લીપર, એસી-૩ અને એસી ટુ ટાયર માટે ન્‍યુનતમ અંતર પ૦૦ કીમી રહેશે. હવે ટુંક સમયમાં આ આધારે રિઝર્વેશન સિસ્‍ટમનો સોફટવેર બદલાશે.


વર્તમાન સમયે સ્લીપર માટે 200 કિમી. એસી-2 માટે 300 કિમી તેમજ  એસી-3 માટે 300 કિમી સુધી તત્કાલ બુકિંગ કરાવી શકાય છે પરંતુ નવા નિયમ પ્રમાણે, સ્‍લીપર કલાસના મુસાફરો પર ૩૦૦ તો એસી-૩ અને 2  ટાયરના મુસાફરો પર ૨૦૦ કીમીના ભાડાનો ભાર વધી જશે.


RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.73 %
નાં. હારી જશે. 18.75 %
કહીં ન શકાય. 0.51 %