
આઇઆરસીટીસી દ્વારા વર્ષો જુની માંગણીનો અમલ કરાયો છે. તેમાં તત્કાલ બુકીંગ માટે આઇઆરટીસીની સાઇટ સવારના સાડા નવ વાગ્યે ખુલ્લી કરી દેવામાં આવી છે. જેથી લોકોને તકલીફ નહી પડે.
ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમની સાઇટ સવારના દસ વાગ્યે તત્કાલના બુકીંગ સમયે જ શરૂ કરવામાં આવતી હતી. તત્કાલ સમયે દેશભરમાં એક સાથે આઇઆરસીટીસીની સાઇટ પર લોકો દ્વારા રેલવે ટિકીટ લેવા માટે ઘસારો થતા આઇઆરસીટીસીની સાઇટ હેક થઇ જતી હતી. તેને કારણે તત્કાલ ટીકીટ સામાન્ય લોકો મેળવી શકતા ન હતા. હવે આ સમસ્યા દુર થઇ જશે.
હવેથી આઇઆરસીટીસીની સાઇટ સવારના ૯:૩૦ વાગ્યે ખુલ્લી કરી દેવાતા લોકોને અડધો કલાક જેટલો વધારાનો સમય મળી શકશે. લોકો તેમની રેલવે ટિકીટનું ફીડીંગ કરીને ત્વરીત રિઝર્વેશન મેળવી શકે. દરમિયાન એપ્રિલ મહિનાથી નવુ સોફટવેયર અમલમાં આવતા તમામ લોકોને રેલવેની તત્કાલની સાઇટ પર બુકીંગ મળી શકશે.
એપ્રિલથી નવી સોફટવેયર સીસ્ટમ લોંચ થઇ જશે. હાલમાં પ્રતિ મિનીટ ૨પ૦૦ રેલવે ટીકીટ તેઓનુ સોફટવેયર સ્વીકારે છે. આ મર્યાદા એપ્રિલથી ૭૦૦૦ જેટલી થશે. અડધો કલાક વહેલો સમય કરવાથી સાઇટ હેક થવાની સમસ્યા સર્જાશે નહી.
CP/RP
Reader's Feedback: