છેલ્લા ઘણાં સમયથી ગુજરતમાં પ્રવાસીઓને આકર્ષવામાં મોખરે રહ્યું છે. ગુજરાત રાજ્ય પ્રવાસીઓને આકર્ષવા અગ્રેસર રહ્યું છે તે માટે ગુજરાતના પ્રવાસન વિભાગને કેન્દ્ર સરકાર તરફથી નેશનલ ટૂરિઝમ ૨૦૧૨-૧૩નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
તારીખ ૧૮-૦૨-૨૦૧૪નાં રોજ દિલ્હી ખાતે યોજાયેલા એક સમારોહમાં કેન્દ્રીય મંત્રી શ્રી શશી થરુરનાં હસ્તે આપાયેલા આ એવોર્ડમાં ગુજરાતને “વિવિધ પ્રવાસનનાં બહોળા વિકાસ કાર્યમાં ઉત્તમ રાજ્ય” અંગેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ સમારોહમાં શ્રી વિપુલ મીત્રા, આઈ.એ.એસ., મુખ્ય સચિવ,પ્રવાસન વિભાગ અને શ્રી સંજય કૌલ, આઈ.એ.એસ., પ્રવાસન કમિશ્નર અને એમ.ડી, પ્રવાસન નિગમ, હાજર રહ્યા હતા અને એવોર્ડનો સ્વીકાર કર્યો હતો.
૧૭ જેટલી અતિમહત્વની કહી શકાય તેવી બાબતો જેવીકે રાજ્યમાં રોકાણ, આંતરિક માળખુ, પ્રવાસીઓની પ્રવાસન સ્થળ પર વધી રહેલી સંખ્યા, અન્ય સ્થળો પર આવન-જાવન, નવા પ્રવાસન સ્થળની લોકો સુધી જાણકારી પહોચાડવી વગેરે બાબતોને આ એવોર્ડની પસંદગીમાં કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા હતા. અને અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતને આ એવોર્ડ આપવા માટે પસંદ કરવામાં આવ્યું હતું.
MP/RP
Reader's Feedback: