Home» Shabda Shrushti» Folk Literature» Raghavji madhad story about vala kesariya

ધરમની બહેનનું કરજ

Raghavji Madhad | July 30, 2013, 10:14 AM IST

અમદાવાદ :

બાઈની આંખમાંથી ડળક....ડળક...આંસુ ખરવા લાગ્યા. સાડલાના છેડાથી આંખો લૂછીને તે બોલી : ‘ભાઇ, તમારેને અમારે આંખનીય ઓળખાણ નથી. છતાંય નાણાં ચૂકવી મારી આબરૂ સાચવી...તમારું સરનામું આપો, મારો દીકરો મોટો થયે તમારા નાણાં દુધે ધોઈને મોકલી દઈશ...’

વાલો કેસરિયો લાગણીભાવે બાઈ સામે જોઈ રહ્યો. થોડીવાર પછી બોલ્યો: ‘બેન! હુંતો ઘોડાનો વેપારી. આજ આયાં તો કાલ બીજે...મારા કાંઇ ઠેકાણા નો હોય..માતાજીની દયાથી ઘણું કમાઉ છું, આ રકમ બેનના કપડામાં સમજો.’

પણ બાઈએ સરનામાંનો આગ્રહ છોડ્યો નહિ તે છેવટે સરનામું આપ્યું : ‘નામ વાલા ખીમા કેસરિયા, ચોટીલા પડખેનું રેશમિયા ગામ, મુલક કાઠિયાવાડી.’
 

પણ જ્યારે વિઠોબાએ, વડોદરાની ધરતી છોડી, કાઠીયાવાડમાં કાયમી પ્રયાણ કર્યા હતાં ત્યારે તેમની માએ વાલા કેસરિયાની વાત કહી ઋણમુક્ત થવા કહ્યું હતું.વાત સાંભળી વિઠોબાએ પણ વાલા કેસરિયાનું ઋણ ચૂકવવા પ્રતિજ્ઞા લીધી હતી.

વાલો કેસરિયો ઘોડાનો વેપારી. તેનો મોટાભાગનો વેપારને વ્યવહાર વડોદરા સાથે રહેતો હતો. વડોદરામાં એક આરબ જમાદાર સાથે મિત્રતા બંધાઈ ગયેલી. આ આરબ જમાદારે એક માણસને પૈસા ધીરેલા. એ માણસનું મૃત્યુ થતાં તેની વિધવાબાઈને બોલાવી આરબે કંઈક આકરાં વેણ કહ્યાં. જે પડખે બેઠેલા વાલાથી સહન ન થયાં અને બાઈનું કરજ વાલાએ ચૂકવી દીધું હતું.

આ વાતને વરસોના વહાણા વાઈ ગયાં.

અમરેલી પ્રાંતમાં તેનાં સૂબા વિઠોબાની ચારેકોર રાડ બોલવા લાગી હતી. કાઠિયાવાડની ખંડણી ઉઘરાવવા તે ગાયકવાડની ફોજ સાથે સોરઠી ઠકરાતો, જાગીરો અને રજવાડાંઓને ધમરોળવા લાગ્યો હતો.

પણ જ્યારે વિઠોબાએ, વડોદરાની ધરતી છોડી, કાઠીયાવાડમાં કાયમી પ્રયાણ કર્યા હતાં ત્યારે તેમની માએ વાલા કેસરિયાની વાત કહી ઋણમુક્ત થવા કહ્યું હતું.વાત સાંભળી વિઠોબાએ પણ વાલા કેસરિયાનું ઋણ ચૂકવવા પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે અમરેલી ઉતરી ચોટીલા પંથકમાં પડાવ નાખ્યો હતો. આવાં કંટાને કરડા સૂબાનો પંચાળમાં પડાવ છે તે સમાચાર વાયુવેગે પ્રસરી ગયાં હતા. લોકોના જીવ પડીકે બંધાઈ ગયાં હતાં. આવાં વસમાં વખતે, ગાયકવાડી ફોજના સિપાઈઓ વાલા કેસરિયાના ફળીયામાં આવીને ઉભા રહ્યા ત્યારે આખું ગામ ડરના લીધે ધ્રુજવા લાગ્યું હતું.
 

પછી તો બેઉ વાતોમાં એવાતો ડૂબી ગયાં કે સમયનું ઓહાણ જ રહ્યું નહિ. પણ વાલાને એકાએક યાદ આવ્યું કે, નેસમાં સૌના જીવ પડીકે બંધાયેલા છે. સાચા ખબર નહિ મળે ત્યાં લગી મોંમા અન્નનો દાણો નહિ મુકે!

ખવીસ જેવાં માણસોને જોઈ ચારણોના નેસમાં સોંપો પડી ગયો હતો. નક્કી આજે આઈ રૂઠી લાગે છે, નહિતર વાલાના આમ તેડા ન આવે! પણ વાલાએ સૌને ધરપત આપી. માં ચામુંડાનું સ્મરણ કરવા કહ્યું. પછી વાલાએ ઘોડી પર પલાણ માંડ્યા.

ચોટીલામાં સૂબાનો જ્યાં મુકામ હતો તેનાથી આઘે, ઘોડા પરથી ઉતરી, ઘોડાને હાથથી દોરી, સૂબાના દેરા-તંબૂથી થોડા આઘેરા ઊભા રહ્યા. ત્યાં સુબાની ફરમાન થયું. વાલો અંદર પ્રવેશ્યો.

દેવગણ જેવાં ચારણને જોતા જ સૂબો આભો થઇ ગયો અને અદકા હેતથી કહે: ‘આપ પોતે જ વાલા કેસરિયા!!?’

વાલાએ અતિ નમ્રતાથી કહ્યું: ‘નામદાર, હું પોતે...વાલો કેસરિયો.’

સૂબાએ પ્રેમથી આવકારી વાલાને આસન પર બેસાડ્યા. પછી માતાનું ઋણ ચૂકવવાની માંડીને વાત કરી અને ગદગદિત સ્વરે ઉપકારભાવ દર્શાવાયો...ત્યારે વાલાએ ગૌરવ અને આનંદ સાથે કહ્યું હતું: ‘મેં તો કાઠિયાવાડની ઉજળી પરંપરાને જાળવી, બેનને ગજા સંપન્ન કાપડું કર્યું હતું.’ પછી આશ્ચર્યભાવે પ્રત્યુત્તર પાઠવતાં આગળ કહ્યું હતું: ‘પણ આપના આવાં ઉજળા દિવસોમાં મારાં બેને મને યાદ કર્યો એ મારાં પરમ સદભાગ્ય કે’વાય..!’

પછી તો બેઉ વાતોમાં એવાતો ડૂબી ગયાં કે સમયનું ઓહાણ જ રહ્યું નહિ. પણ વાલાને એકાએક યાદ આવ્યું કે, નેસમાં સૌના જીવ પડીકે બંધાયેલા છે. સાચા ખબર નહિ મળે ત્યાં લગી મોંમા અન્નનો દાણો નહિ મુકે!

અને બન્યું પણ એમ જ...નેસ, ગામના માણસો અને કહું દરબાર પણ વાલાની વાટ જોતા હતા. વાલાએ પાછા આવીને સઘળી વાત કરી ત્યારે સૌના જીવ હેઠાં બેઠાં.

RM / KP

Raghavji Madhad

Raghavji Madhad

(રાઘવજી માધડ ગુજરાતી લોક સાહિત્યના પ્રખર અભ્યાસી છે. તેઓ ગુજરાતી લોક સાહિત્યની જાણી-અજાણી વાતો અને પ્રસંગોનું નિરૂપણ લોકબોલીમાં જ કરીને પ્રાચીન સાંસ્કૃતિક વારસાથી સાંપ્રત પેઢીને પરિચિત કરાવશે.)

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.15 %
નાં. હારી જશે. 19.21 %
કહીં ન શકાય. 0.63 %