સમઢિયાળાના દરબાર ગોલણવાળા અમરેલીના સૂબાસાહેબની કોર્ટમાં મોડા પડ્યા અને ચુકાદો મનજી પટેલની તરફેણમાં આપી દેવામાં આવ્યો. કોર્ટમાં ત્રણ વખત નામનો પોકાર થતાં ગોલણવાળા હાજર ન થયા એટલે મનજી પટેલે સૂબાસાહેબને કહ્યું: ‘સાબ્ય,આ દરબાર કોરાટને ગાંઠતા નથી ઇ અમને ખેડૂતમા’ણાને શેના ગણકારે!’ સૂબાએ પટેલનું કહેવું સાચું માની એકતરફી ચુકાદો આપી દીધો.
ગોલણવાળા કોર્ટમાં પહોંચ્યા ત્યારે ઘણો સમય વીતી ગયો હતો. આમ છતાં સૂબા આગળ તેમણે મોડા પડવા અંગેની માંડીને વાત કરી. બન્યું એવું કે પોતે કોર્ટમાં હાજર રહેવા ઘેરથી નીકળ્યા હતા. પણ રસ્તામાં વાંકિયા અને સાજિયાવદર ગામની સીમમાં એક હરણી પ્રસવની પીડાથી તરફડિયાં મારતી હતી, તેનો છુટકારો થતો નહોતો. ગોલણવાળાનો બહોળો અનુભવ બરાબર ખપ લાગ્યો. તેમણે હાથ ફેરવીને તપાસ કરી લીધી હતી કે હરણીના પેટમાં બે બચ્ચાં છે. પછી કસબ અને કુશળતાને કામે લગાડી. હરણીને થોડીવારમાં છુટકારો થઇ ગયો હતો.
ગોલણવાળાને પ્રસવકળાનો આ કસબ તેમના પિતાશ્રી પાસેથી વારસામાં મળ્યો હતો. ઢોર-ઢાંખર તો ઠીક કોઈ સ્ત્રીને પેટમાં આડું બાળક હોય તો પોતે આંખ પર પાટા બાંધી પ્રસવ કરાવતા હતા. પાકા નીમધારી હતા. આવા કામની ખબર પડે, સમાચાર મળે એટલે કોઈ પ્રકારનો વિલંબ કર્યા વગર તુરંત જ પહોંચી જાય. તેમના ગામના પટેલ મનજીભાઈ સાથે મકાન બાબત ખટલો ચાલતો હતો. પણ રસ્તામાં આ કામના લીધે પોતે સમયસર કોર્ટમાં હાજર રહી શક્યા નથી તેવું સૂબાને સમજાવ્યું, સૂબાને વાત ગળે ઊતરી ગઇ. આ પરોપકારી વ્યક્તિ વિશે દાવેદાર મનજી પટેલે જે કહ્યું તે સત્યથી વેગળું હતું. અથવા તો પટેલ પણ અજાણ હોય તેવું બન્યું હશે.
ચોથા દિવસનો સૂરજ અવનિ પર સોનેરી અજવાસ પાથરવા લાગ્યો. દરબારની ડેલીએ ડાયરો ભરાવા લાગ્યો. કાવા-કસુંબાની તૈયારીઓ થવા લાગી. બસ થોડીવારમાં જ એકબીજાને ગળાના સમ દઇ દઇને કસુંબાની અંજલિઓ લેવાની છે.
કોર્ટનું કામ આટોપી ગોલણવાળા પરત ફરી રહ્યા હતા. રસ્તામાં ધારંગણી ગામ આવ્યું. થયું કે અહીંથી નીકળ્યો છું તે, ‘દરબાર માત્રાવાળાની ડેલીએ કસુંબો પીતો જાઉં!’
બેઉ ભાઈબંધો અદકા હેતથી એકબીજાને ભેટ્યા. ખબરઅંતર પૂછ્યા ને પછી તો મોંઘેરી મહેમાનગતિ અને સુવાણ કરતાં કરતાં એક નહીં, ત્રણ દિવસ પસાર થઇ ગયા. ચોથા દિવસનો સૂરજ અવનિ પર સોનેરી અજવાસ પાથરવા લાગ્યો. દરબારની ડેલીએ ડાયરો ભરાવા લાગ્યો. કાવા-કસુંબાની તૈયારીઓ થવા લાગી. બસ થોડીવારમાં જ એકબીજાને ગળાના સમ દઇ દઇને કસુંબાની અંજલિઓ લેવાની છે. ત્યાં એક અસવાર દરબારની ડેલીએ આવીને ઊભો રહ્યો.પૂછ્યું કે, ‘કોણ છે!?’
‘સમઢિયાળા ગામના પટેલીયાંવ છે, બાઇમા’ણા બીમાર હશે તે તમ લગી આવ્યા છે.’
ગોલણવાળા ઘડીનો પણ વિલંબ કર્યા વગર ભર્યા ડાયરામાંથી ઊભા થઇ ગયા અને કહ્યું: ‘હવે મારાથી નહિ રોકાવાય, જાવું પડશે!’
‘અરે પણ કહુંબો તૈયાર છે અંજલિ લેતાં જાવ!’
ત્યાં ગોલણવાળાએ કહ્યું: ‘જ્યાં સુધી બીમારની પીડા દૂર ન કરું ત્યાં સુધી મારાથી કહુંબો તો ઠીક પાણીનો ઘૂંટડો પણ ન પીવાય!’
ગોલણવાળાનો કુશળ અને અનુભવી હાથ કામ કરવા લાગ્યા. થોડીવારમાં જ વહુએ બાળકને જન્મ આપ્યો. બાળકના કુમળા રુદનથી પટેલ ડેલી હરખના હિલ્લોળા લેવા લાગી.
ડેલી નીચે ઊભેલા મનજી પટેલના મનમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક થતા હતા. કારણ કે, બંને વચ્ચે મકાન બાબત ખટરાગ છે. કોર્ટમાં કેસ ચાલે છે. તેથી ગોલણવાળા આવવાની ના પાડી દેશે. પણ એમ બન્યું નહિ. પટેલની ધારણા પોકળ નીવડી.
બેઉ પટેલના ઘેર આવ્યા.દીકરાની વહુને પ્રસવ થતો નથી તે વિગત ડોશીમા પાસેથી જાણી લીધી. ગોલણવાળાએ કહ્યું: ‘ફકર કરો માં, ડાડો સૂરજના’રણ હારાવાના કરશે!’ આમ કહી પોતાની આંખે પછેડીનો પાટો બાંધ્યો.પછી ડોશીમા તેમણે વહુના ખાટલા પાસે લઇ ગયાં. ગોલણવાળાનો કુશળ અને અનુભવી હાથ કામ કરવા લાગ્યા. થોડીવારમાં જ વહુએ બાળકને જન્મ આપ્યો. બાળકના કુમળા રુદનથી પટેલ ડેલી હરખના હિલ્લોળા લેવા લાગી.
મનજી પટેલ, ગોલણવાળા સામે હાથ જોડીને ઊભા રહ્યા હતા. તેમણે બોલવું હતું પણ વાચા જ હણાઈ ગઈ હતી. કંઈ જ બોલી શકાય નહિ.
‘બાપુ! મને હતું કે તમે નઈ આવો...’
‘કેમ!?’
મનજી પટેલે કહ્યું: ‘આપણો કોર્ટમાં કેસ હાલે છે એટલે....’
ગોલણવાળા હસવા લાગ્યા. પછી કહે, ‘ઈ તો ન્યાયની વાત છે. કોર્ટ નક્કી કરશે પણ આ તો માનવધર્મની વાત છે, જે માણસે જ નક્કી કરવાની હોય, તમે હું માણસ છીએ કે નહિ!!?’
આખી ડેલી એક કાને થઈને સાંભળવા લાગી. ગોલણવાળાએ પહેરણના ખિસ્સામાંથી ચાંદીનો રાણીછાપ સિક્કો કાઢ્યો અને પટેલના હાથમાં આપીને કહ્યું :‘ભાણિયાને હાથમાં આપજો!’
મનજી પટેલ એક શબ્દ પણ બોલી શક્યા નહિ. ગોલણવાળા પોતાના ઘેર જવા રવાના થયા.
RM / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: