(ફાઈલ ફોટો)
અમદાવાદ :શિરામણની વેળા થઇ છે. રામ રાદડિયો અને દરબાર હમીરવાળો ડાયરા સાથે ડેલીએ બેઠાં છે.હોકાપાણીના હાકોટા સાથે સુવાણની વાતોના તડાકા મારી રહ્યાં છે. ત્યાં સાવરકુંડલા પંથકનો ખુમાણ ડાયરો, પચીસેક ઘોડે ચિત્તળ ગામમાં આવ્યો.
ભૂખ્યા ડાંસ અસવારો એકબીજાનાં મોં સામે જોઈ એને પૂછે છે: ‘આપણે સામટા માણસો છીએ, કોનાં ઘેર મેં’માન થાશું!’ સામે કોઈએ કહ્યું: ‘રામ રાદડિયાને ન્યાં કે પછી દરબારને ન્યાં..!’
‘કઢી અને રોટલા ખાવા હોય તો દરબારને ન્યાં અને ઘી-દૂધ ખાવાં હોય તો રામ રાદડિયાને ન્યાં!’ એક જણે કાંકરો કાઢીને સાવ ચોખ્ખીચટ વાત કરી દીધી.
ડેલીએ બેઠેલાં રામ રાદડિયા ને દરબારે આ વાત કાનોકાન સાંભળી. પછી દરબારે મોં મરકાવીને કહ્યું: ‘બા! રામના ઘેર્ય જાવ, મારે ન્યાં તો કઢીને રોટલા જ છે!’
દરબારનું આમ કહેવું સાંભળી રામને ભોંઠપ લાગી. મો કાળુંથણક થઇ ગયું. ઘોડેસવાર ખુમાણ ડાયરાનું કહેવું દરબારની છાતીમાં નહિ પરંતુ તેમને હાડોહાડ લાગી ગયું છે. ભલે અત્યારે કાંઈ ન બોલે પણ વખત આવ્યે સોય ઝાટકીને ઘા કરશે. પછી ઊભા થાવાની વેળા રહેવા નહિ રે!
દરબારનું આમ કહેવું સાંભળી રામને ભોંઠપ લાગી. મો કાળુંથણક થઇ ગયું. ઘોડેસવાર ખુમાણ ડાયરાનું કહેવું દરબારની છાતીમાં નહિ પરંતુ તેમને હાડોહાડ લાગી ગયું છે. ભલે અત્યારે કાંઈ ન બોલે પણ વખત આવ્યે સોય ઝાટકીને ઘા કરશે. પછી ઊભા થાવાની વેળા રહેવા નહિ રે!
કોને ત્યાં જાવું..તેની ખુમાણ ડાયરામાં ખેંચાખેચી થાવા લાગી. રામ અને દરબાર મોં વકાસીને જોઈ રહ્યાં છે. છેવટે રામ રાદડિયાને ત્યાં રોટલા ખાવા જાવાનું નક્કી થયું.
મહેમાનોને આવતાં જોઈ રામના માણસોએ સૌને આવકાર્યાં, રામરામ કર્યાં. પછી ઘોડાને ઘોડારમાં બાંધ્યા.ઘોડાને લીલાકસન બાજરાના પાવરા ચઢાવ્યા. ઘોડા નિરાંતે વાગોળવા લાગ્યા.
એક સાથે વીસ-પચીસ ઢોલિયા ઢળાયા. માથે ભાતભાતનાં ગાદલાં અને ઓસાડ પથરાયાં. તકિયા મુકાયા. પાણીનાં કળશિયા મુકાયાં. હાથ-પગ વિસળીને ડાયરો હોકાની ઘૂંટ ભરવા લાગ્યો. હોકો સૌની વચ્ચે ફરે એટલીવારમા રોટલા ઘડાઇ ગયા. જમવા માટે પાથરણાં પથરાણાં અને આખો ડાયરો બપોરા કરવા બેઠો. સાકરના ખૂમચાં અને માખણની નાવણ્યો આવી. બાજરાના ધીંગા રોટલા પર ઘી રેડાયાં. સાથે શાક, મરચાં, અથાણાં અને છાશ પીરસાયાં. પછી રામ અને દરબાર ખુદ ઊભા થયા અને આગ્રહ કરી કરીને જમાડવા લાગ્યા. દૂધ-સાકરની તાંસળિયો ભરી-ભરી પીવડાવી.
દરબારને આમ ઓચિંતાના આવતાં જોઈ રામ રાદડિયાના મનમાં ધ્રાસકો પડ્યો. ભા નક્કી કાં’ક કરશે, સૌની હાજરીમાં જ વેર વાળશે. અથવા તો એકાદ એવું વસમું વેણ બોલશે કે, આ રખાવટ અને કર્યા-કારવ્યા પર પાણી ફરી વળશે!
ઓડકાર પણ ન લઇ શકાય એમ ડાયરો પેટભરીને જમ્યો. જાણે કેટલાય દિવસોની ભૂખ ભાંગી હોય!
આજકાલ કરતાં ડાયરો ત્રણ દિવસ રોકાયો. ડાયરો જવા માટે સાબદો થાય ત્યાં રામ કાંડા ઝાલે... ગળાના સમ દઇને આગ્રહ કરે....ને હાંઉ, ઘોડા પરથી સામાન ઊતરી જાય!
ચોથા દિવસે ખુમાણ ડાયરો સવારનું શિરામણ કરી, છાશું પીઈને ઘોડે પલાણ નાખે છે ત્યાં દરબાર હમીરવાળો આવીને ઊભા રહ્યા. દરબારને આમ ઓચિંતાના આવતાં જોઈ રામ રાદડિયાના મનમાં ધ્રાસકો પડ્યો. ભા નક્કી કાં’ક કરશે, સૌની હાજરીમાં જ વેર વાળશે. અથવા તો એકાદ એવું વસમું વેણ બોલશે કે, આ રખાવટ અને કર્યા-કારવ્યા પર પાણી ફરી વળશે! અને પછી તો જિંદગી આખી જે મહેમાનગતિ કરવી છે, લોકોને આમ સાચવ્યા છે તે બધું જ નકામું નિવડશે અને માથે કાળી ટીલી બેસી જાશે, હવે કરવું શું? રામ રાદડિયા તો મૂંઝવણ અને વિમાસણમાં મુકાઈ ગયા.
દરબારે હમીરવાળા રામ સામે જોયું. રામ મોં પણ મરકાવી શક્યા નહિ.
ત્યાં દરબારે ખુમાણ ડાયરાના એક મોવડીને તાણ્યા, આગ્રહ કરતાં કહ્યું: ‘આજ તો સૌ ડાયરો રોકાય જાવ બા!’
એક બટકબોલા કાઠીએ વચ્ચે જ ફાચર મારતાં હોય એમ અવળાઈથી કહ્યું: ‘કેમ બાપુ, આજ વળી એવું કાંય છે!?’
‘બા, રામ આવડો મોટો ખરચ કરે, પરોણાગતિમાં પાછો ન પડે તેથી મારે ગામધણી તરીકે કાં’ક સમજવું પડેને!’ દરબારે કહ્યું. ‘બાપુ!’ એક કાઠીએ ઠાવકાઈથી કહ્યું: ‘આપ આ પટેલને ખીજડિયું ગામ આપતાં હો તો અમને રોકાઇ જવામાં વાંધો નથી.’
દરબાર ઘડીભર ગમ ખાઇને મૂંગા રહ્યાં. પછી કહે : ‘હા, બા એવું જ છે.’
‘પણ બાપુ મગનું નામ મરી પાડો તો કાં’ક ખબર્ય પડે !’ એક જણે વાતને વળ ચઢાવતાં કહ્યું.
ઘડીભર દરબાર અને રામ એકબીજાનાં મોં સામે જોતાં રહ્યાં. રામ મનોમન સમસમી ગયાં. થયું કે દરબાર આજે વારો કાઢી નાખવાના છે, રખાવટવાળો ભાળ્યો નથી તે....!
‘બા, રામ આવડો મોટો ખરચ કરે, પરોણાગતિમાં પાછો ન પડે તેથી મારે ગામધણી તરીકે કાં’ક સમજવું પડેને!’ દરબારે કહ્યું.
‘બાપુ!’ એક કાઠીએ ઠાવકાઈથી કહ્યું: ‘આપ આ પટેલને ખીજડિયું ગામ આપતાં હો તો અમને રોકાઇ જવામાં વાંધો નથી.’
રામ તો ભીંતની ચિતરામણ જેમ ઊભા છે. તેમને તો નક્કી નથી થતું કે આ સાંભળી રહ્યાં છે તે હકીકત છે કે પછી પાછલી પરોઢનું સ્વપ્ન!
પણ સાવ નવી નક્કોર હકીકત હતી.
ડાયરાએ ચોથા દિવસે ફરી ઘોડા પરથી પલાણ ઉતાર્યાં, રોકાયા....ને કાવા-કસુંબા કાઢ્યા.
દરબાર હમીરવાળાએ તાંબાના પતરા પર લખાણ કરાવ્યું: ‘રામ રાદડિયાને આવી પરોણાગતના ઘરખરચ માટે મારું આ ખીજડિયા ગામ તેમને આપું છું.’
(નોંધ : અમરેલી પાસે આવેલું આ ગામ આજે પણ ‘ખીજડિયા રાદડિયા’ તરીકે ઓળખાય છે.)
RM / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: