
(પ્રતીકાત્મક તસવીર)
અમદાવાદ :ઢસા ગામનાં પાદરમાં તંબુઓ નખાઈ ગયા છે. ગોરા અમલદારના માણસો રૂઆબભેર આંટાફેરા કરવા લાગ્યા છે. નાનકડા ગામમાં આવું ભાગ્યે જ બનેલું તે ગામડાની ભોળુડી પ્રજા કુતૂહલવશ સઘળો તમાશો જોઈ રહી છે. સૌનાં મનમાં એક જ વાતની અવઢવ છે કે, રાજાથી મોટો બીજો કોણ હોઈ શકે!?
પ્રાંતના પોલિટિકલ એજન્ટ ઢસા તાલુકાની મુલાકાતે આવવાના હતા. એજન્ટ આવી મુલાકાત લે ત્યારે તેમના સાથે રસાલો પણ હોય છે. રાજવીઓ, આ રસાલા સહિત અગાઉથી જ તેમની જરૂરી વ્યવસ્થા કરી આપતાં અને માથે નજરાણાં ધરતાં તે વધારામાં!
દરબાર ગોપાલદાસને આ રિવાજ કાંટાની જેમ ખટકતો હતો. એક તો પોતે ક્રાંતિકારી, આધુનિક વિચારસરણી ધરાવનાર અને પાછા લોકસ્વરાજની લડતના રંગે રંગાયેલા. તેથી આવા તાયફા બિલકુલ ફાવે નહિ પણ કરે શું!?
ઘડિયાળનો કાંટો કોઈની શરમભર્યા વગર આગળને આગળ વધતો જતો હતો. દરબારસાહેબ પાદરમાં ઊભા મિનિટેમિનિટની ગણતરી કરતા હતા. તેમણે ઘડિયાળમાં જોયું. દસના બદલે સવા દસ થયા, નિયત સમય મુજબ પોલિટિકલ એજન્ટ આવ્યા નહિ.
શિષ્ટાચાર ખાતર દરબાર ગોપાલદાસ પોલિટિકલ એજન્ટના નિયત આગમન કરતાં થોડા વહેલાં આવી ગામનાં પાદરમાં ઊભા રહ્યા હતા. સાથે આખું ગામ પણ ઊમટ્યું હતું. તેમના માટે આ અચરજ હતું. ગોરા માણસોને તેમાં ખાસ કરીને ‘ગોરી મઢમું’ને જોવાની ગામલોકોને ભારે ઉત્કંઠા અને તાલાવેલી હતી.
‘આ ગોરી મઢમું, આંયના આદમી-માણા પર્ય ભૂરકી છાંટે ને, ભડ જેવો ભડ પળવારમાં પાણી પાણી થઇ જાય..!’ આ લોકવાયકાએ ગામ અંગ્રેજોને જોવાં ગાંડું થયું હતું.
ઘડિયાળનો કાંટો કોઈની શરમભર્યા વગર આગળને આગળ વધતો જતો હતો. દરબારસાહેબ પાદરમાં ઊભા મિનિટેમિનિટની ગણતરી કરતા હતા. તેમણે ઘડિયાળમાં જોયું. દસના બદલે સવા દસ થયા, નિયત સમય મુજબ પોલિટિકલ એજન્ટ આવ્યા નહિ. દરબાર પાદરમાંથી પાછા દરબારગઢમાં આવી ગયા હતા. આમ થવાનું કારણ, ગામ આખું હુલકે ચઢ્યું હતું તે કંઈ સમજી શક્યું નહિ. વળી જતાં જતાં દરબારસાહેબ કહેતા ગયા હતા કે, ‘હવે રાહ જોવાને કોઈ કારણ નથી સૌ સૌનાં કામે વળગો...!’
પણ દરબારના આમ જવાથી, દરરોજ માટે રાઇ-રજવાડાની આગતા-સ્વાગતા ચાખી-ચાખીને પાકેલાં બોરની જેમ ટ્બા જેવાં થઇ ગયેલા અમલદારના માણસો બે ઘડી ચક્કર ખાઈ ગયા. પણ દરબાર ગોપાલદાસની આભા જ એવી કે તેની સામે ચૂં કે ચાં કરી શક્યા નહિં. બાકી તો આવા છઠ્ઠા વર્ગના તાલુકેદારને તતડાવી કે લદપદાવી નાખે, મોં પડ્યું પાણી સૂઝવા ન દે અને પછી તો આખું રજવાડું તેમની સેવા-ચાકરીમાં લાગી જાય!
પોલિટિકલ ક્રોધના લીધે ખારા ધૂધવા જેવાં થઇ ગયા, રાતાપીળા થઇને ઉકળી ઊઠ્યા. પાદરમાં જ કઢીની જેમ ખદબદવા લાગ્યા. ત્યાંથી જ દરબાર ગોપાલદાસને લેખિત પત્ર પાઠવ્યો અને તેમાં લખવામાં આવ્યું કે, આપે અમારા આગમન સમયે હાજર ન રહી, સ્વાગત નથી કર્યું તે યોગ્ય ન કહેવાય.
એકાદ કલાક પછી પોલિટિકલ એજન્ટ ગામમાં પધાર્યા. જોયું તો માણસ મને કોઈ ન મળે...આખું પાદર, ખારી જમીનના ખેતર જેમ સાવ ચોખ્ખુંચણાક! ન તો રાજા કે ન તો પ્રજા. સામૈયા કે સ્વાગત નામે સાવ શૂન્ય...આ કડવી અને નરવી હકીકત ગોરા અમલદારના ગળે ઊતરતી નહોતી. થતું હતું કે સમાચાર આપવામાં કશિક ખામી રહી ગઈ લાગે છે. પણ ખરાઈ કર્યા પછી ખ્યાલ આવ્યો હતો કે સમાચાર તો પહોંચી ગયા હતા પણ....
પોલિટિકલ ક્રોધના લીધે ખારા ધૂધવા જેવાં થઇ ગયા, રાતાપીળા થઇને ઉકળી ઊઠ્યા. પાદરમાં જ કઢીની જેમ ખદબદવા લાગ્યા. ત્યાંથી જ દરબાર ગોપાલદાસને લેખિત પત્ર પાઠવ્યો અને તેમાં લખવામાં આવ્યું કે, આપે અમારા આગમન સમયે હાજર ન રહી, સ્વાગત નથી કર્યું તે યોગ્ય ન કહેવાય. અસભ્ય વર્તન દાખવ્યું કહેવાય. માટે તુરંત રૂબરૂ આવી ખુલાસો કરી જશો.
દરબાર ગોપાલદાસે સહેજ પણ વિચલિત થયા વગર તેમજ રૂબરૂ ગયા વગર જવાબ પાઠવ્યો અને જણાવ્યું, ‘હું આપના સ્વાગત માટે નિયત સમયે હાજર હતો. ઘડિયાળ આગળ હોય તેમ ગણીને પંદર મિનિટ વધુ રોકાયો હતો. છતાં આપ ન આવ્યા એટલે પરત ગયો, માટે તેમાં દિલગીર થવા જેવું નથી. દિલગીરી તો આપે બતાવવી જોઈએ કે મારો તેમજ મારા પ્રજાજનોનો ઘણો સમય આપના લીધે બગડ્યો છે. આપ સમય આપશો અને તે સમયે હાજર હશો તો રૂબરૂ મળવા જરૂર આવીશ.’
દરબાર ગોપાલદાસનો જવાબ વાંચી પોલિટિકલ એજન્ટ ટાઢાબોળ થઇ ગયા અને વળતી સવારે ગામમાંથી ક્યારે વિદાઈ થયા તેની કોઈને જાણ પણ થઇ નહિ.
KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: