નાતાલની ઉજવણી માટે બાળકો જાતે જ ટેસ્ટી અને યમ્મી કેક તથા પેસ્ટ્રી બનાવી શકે તે માટે હોટેલ મેરિયોટ્ટ ખાતે મેક ડિફરન્ટ એનજીઓના સહયોગથી બેક આઉટ કૂકરી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 60 જેટલા બાળકોએ જાતે જ કેક તથા પેસ્ટ્રી બનાવવાનું શીખ્યા હતા.
‘બેક આઉઠ કુકરી વર્કશોપ’ માં હોટેલના ‘મોમો કેફ’ના શેફ વિકાસ સિંગ અને પેસ્ટ્રી શેફ રાહુલ કુમારે બાળકોને કેક અને પેસ્ટ્રી બનાવતા શીખવ્યું હતું. આ વર્કશોપમાં બાળકોએ કેક તથા પેસ્ટ્રી પર કરવામાં આવતી સજાવટ કેમ કરવી તે શીખવામાં વિશેષ રસ દાખવ્યો હતો.બંને શેફે બાળકોની મનપસંદ જર્મન સ્પેશિયલ કેક ‘સ્ટોલેન’ તથા ક્રિસમસમાં બનાવવામાં આવતી કેક ‘પ્લમ કેક’ તથા ક્રિસમસની ટ્રેડિશનલ કેક ‘મિન્સ ક્રમ્બલ પાઈલ’ બનાવતા શીખવી હતી.
આ વર્કશોપ વિશે વાત કરતા શેફ વિકાસે જણાવ્યું હતું કે ‘આ વર્કશોપ રાખવાનો હેતુ એ હતો કે આપણે તહેવારમાં સામાન્ય રીતે બહારથી કેક લાવતા હોઈએ છીએ. તેના કરતા જો બાળકોને શીખવ્યું હોય તો તેઓ તહેવારનો આનંદ પણ માણી શકે છે તેમ જ ઘરની હેલ્ધી કેકથી કોઈ નુકસાન પણ નથી થતું.’
MP/RP
Reader's Feedback: