અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસથી સોનાની દાણચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં આજે પોલીસ પાસે આવો વધુ એક કિસ્સો નોંધાયો હતો. શહેરની ખોખરા પોલીસે હાટકેશ્વર સર્કલ પાસેથી વહેલી સવારે પેટ્રોલિંગ કરતાં ભાવશે ઠક્કર નામની વ્યક્તિને ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે ભાવશે તેની પાસેથી મળી આવેલા 23 લાખના સોનાના પુરાવાઓ રજૂ કરી શક્યો નહોતો. આથી પોલીસે તેની ધરપકડ કરી છે.
રાજ્યમાં ચૂંટણીને કારણે દારૂ મેળવવામાં મુશ્કેલી થતી હોવાથી દારૂના શોખીને ભાવેશે મુંબઇથી પાછા ફરતી વખતે દારૂની બોટલ પણ ખરીદી હતી.
આ ઉપરાંત ભાવેશ ઠક્કર પાસેથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસને તેની પાસેથી એવી માહિતી મળી હતી કે ભાવેશ રતનપોળના એક જવેર્લસમાં નોકરી કરે છે અને તે મુંબઈની પાર્ટીને ઘરેણાંની ડિઝાઇન બતાવવા ગયો હતો.
DP
Reader's Feedback: