
શહેરની ખ્યાતનામ હોટેલ રેડિસન બ્લૂ ખાતે વેકેશનને અનુલક્ષીને ઢાબા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ ૧૮ એપ્રિલથી ૨૭ એપ્રિલ ૨૦૧૪ સુધી ચાલશે. શહેરના લોકોને ભારતભરના ઢાબાનાફૂડનો મજેદાર એક્સિપિરયન્સ એક જગ્યાએથી મળે તે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના લોકો આ તારીખો દરમિયાન રોજ સાંજે ઢાબાના ફૂડનો આનંદ માણી શકશે.
આ ફૂડ ફેસ્ટિવનલનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું તે અંગે રેડિસન બ્લૂના જનરલ મેનેજર એલેક્સ કોશીએ જણાવ્યું કે અમે ઇચ્છીએ છીએ કે જે નાગરિકો રેડિસનને પસંદ કરે છે તેને એ કાંઇક વિશેષ આપીએ. હૈદરાબાદી અને ચાઇનિઝફૂડ ફેસ્ટિવલ પછી અમે આ ત્રીજો ફૂડ ફેસ્ટિવલ કરવા જઈ રહ્યા છીએ. જેમાં તમને ઢાબાના વાતાવરમની તેમજ ઢાબાના ફૂડમી મજા રેડિસનના લકઝરી વાતાવરણમાં મળશે. ઢાબા તરીકે અમે પંજાબને જ સીમિત નથી રાખ્યું, પરંતુ ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, કાશ્મીર જેવા ભારતના જુદા જુદા રાજ્યોમાં જે રોડ સાઇડ ફૂડ મળે છે તે મોટા ભાગનું અહીં ઉપલબ્ધ હશે.
ઢાબા ફેસ્ટિવલ અંગે શેફને કેવી ટ્રેનિગ આપી છે તે અંગે સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યુ ંહતું કે, અમારા દરેક શેફની પોતાની એક માસ્ટરી છે. શેફના મઊળ વતનના કૂઝિનની સાથે સાથે દરેક શેફ એક આગવા કૂઝિનમાં માસ્ટરી ધરાવે છે તેથી લોકોને વાનગીઓ ખાવાની મજા વધારે આવશે. રૂા ઉપરાંત અમે હાઇજીન બાબતે પણ ખૂબ ધ્યાન રાખીશું.
ઢાબા ફેસટિવલાં મેન્યૂમાં હરાભરા કબાબ, અજવાની મચ્છી, પનીર ટીકા, દાલબાટી, પીન્ડી છોલે, કડી પકોડા, તવા બિરયાની, મુર્ઘ મખની, બટર ચિકન જેવી ઘણી વેજ તેમજ નોન વેજ વાનગીઓના વિકલ્પ મળી રહેશે. આ ફેસ્ટિવલ બફેટ પેકેજમાં રહેશે.
MP/DP
Reader's Feedback: