ઇરોઝ ઇન્ટરનેશનલની આગામી ફિલ્મ ‘પુરાની જિન્સ’ ફિલ્મનાં પ્રમોશન માટે ફિલ્મની સ્ટારકાસ્ટ ઈઝાબેલ લેટે, રતિ અગ્નિહોત્રીનો દીકરો તનુજ વિરવાની અને આદિત્ય સેલે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને ત્રણેયે પોત પોતાના કેરેક્ટર તેમજ ફિલ્મની શૂટિંગના સંસ્મરણો અંગે મન ભરીને વાતો કરી હતી.
'પુરાની જિન્સ' ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવેલા ફિલ્મના કલાકાર તનુજ વિરવાની એક સમયની જાણીતી અભિનેત્રી રતિ અગ્નિહોત્રીનો પુત્ર છે. આ ફિલ્મમાં રતિ અગ્નિહોત્રી પણ તેની સાથે કામ કરી રહી છે રતિ અગ્નિહોત્રીએ આ ફિલ્મમાં તનુજ એટલે કે સિદ્ધાર્થની માતાની ભૂમિકા ભજવી છે. તનુજે પુરાની જિન્સ અંગે જણાવ્યું કે આ ફિલ્મમાં કસૌલી જેવા ગ્રામીણ ક્ષેત્રે એટલે કે એક નાના ટાઉનમાં વિકસતી દોસ્તીની વાત છે તેમાં પાંચ મિત્રો છે અને પછી ઇઝાબેલની એન્ટ્રીને કારણે તેમની મિત્રતાના પરિમાણો બદલાય છે.
પોતાની મમ્મી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો એ વિશે વાત કરતા તનુજે હસતા હસતા કહ્યું કે મમ્મી સેટ પર ખૂબ સ્ટ્રીક્ટ અને પ્રોફેશનલ રહેતા હોય છે એટલે મને તો તેમની હાજરીથી ખૂબ ડર લાગતો હતો. જોકે ફિલ્મમાં મારા કરતા આદિત્ય સાથે મારી મમ્મીના દ્રશ્યો તમને વધારે જોવા મળશે.
મોડલિંગમાંથી એક્ટિંગમાં આવેલી મૂળ બ્રાઝિલની અને પોતાની બીજી ફિલ્મ કરી રહેલી ઇઝાબેલે ફિલ્મ શૂટિંગના અનુભવો અંગે કહ્યું કે, અમે ફિલ્મના શૂટિંગ વખતે ખૂબ ધમાલ કરી હતી. સ્વાભાવિક છે કે પાંચ છોકરાઓ વચ્ચે હું એક જ છોકરી હતી તેથી તેઓ મને ઓફ સ્ક્રીન અને ઓન સ્ક્રીન ખૂબ જ હેરાન કરતા હતા, પરંતુ અમને ખૂબ મજા પડતી હતી.
બ્રાઝિલની ઇઝાબેલ ઘણું સારું હિન્દી બોલે છે તેણે એક્ટિંગ વિશે પૂછતા તેણે જણાવ્યું કે મારી પહેલી ફિલ્મ સિક્સટીન કરતાં આ ફિલ્મમાં હું ઘણું સારું હિન્દી બોલી શકું છું.
ફિલ્મના અન્ય એક હિરો આદિત્યએ પોતાના ફિલ્મી કેરેક્ટર સેમ વિશે જણાવ્યુ હતું કે, હું પાત્ર ગાવાનું શોખીન છે અને ગિટાર તેની જિંદગી. હું એવું માનતો હોઉં છું કે દોસ્તી એ ગિટાર જેવી છે જો એક વાર દોસ્તીનો તાર બરાબર બેસી ગયો પછી કોઈ તકલીફ પડતી નથી.
ફિલ્મમાં આદિત્ય એટલે કે સેમના કેરેક્ટરની માતા બની છે સારિકા. પીઢ અને અનુભવવાળા સિનિયર સાથે કામ કરવાના અનુભવ અંગે આદિત્યએ કહ્યુંકે સારિકા મેમ તથા રતિ મેમ બંને જણા એટલો કો ઓપરેટિવ હતા કે ન પૂછો વાત! હું નવર્સ હોઉં તો તેઓ મારો હાથ પકડીને મને સાંત્વનાથી સમજાવતા અને શાંતિથી શૂટિંગ કરવા સમજાવતા હતા.
MP/PK
દોસ્તી તથા પ્રેમની સહેલગાહે લઈ જશે ફિલ્મ પૂરાની જિન્સ
અમદાવાદ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.92 % |
નાં. હારી જશે. | 20.44 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: