ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શો મેન ગણાતા સુભાષ ધાઈ ઘણા સમય પછી તેમનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાંચી લઈને આવી રહ્યાં છે. આ સંદર્ભે તેમણે ફિલ્મની હિરોઈન મિષ્ટી, હિરો કાર્તિક આર્યન તેમજ સિંગર સુખવિંદર સિંગ અને અન્વેશા સાથે અમદાવાદની મુલાકાત લઈને ફિલ્મ તેમજ તેમની કારર્કિદી અંગેની રસપ્રદ વાતો કરી હતી. પિન્ક અનારકલી અને ફ્લાવર બેઝ દુપટ્ટામાં ફિલ્મની હિરોઈન મિષ્ટી ખરેખર સુંદર લાગી રહી હતી.
કાંચીની સ્ટોરી વિશે વાત કરતા સુભાષ ધાઈએ જણાવ્યું કે તમને કાંચી ફિલ્મના પહેલા હાફમાં તાલની માનસી એટલે કે ઐશ્વર્યા જેવી લાગશે. ગામડાની એકદમ સાદી છોકરી પરંતુ ઈન્ટરવલ પછી તેની ભૂમિકા બદલાય છે. અને પછી તે સિસ્ટમ સામે પડે છે. આ એક કોમર્શિયલ ફિલ્મ છે જેમાં તમને પ્રેમ, રોમાન્સ, ફાઈટિંગ બધું જ જોવા મળશે. જોકે હા તમે એવી ઈચ્છા રાખીને ફિલ્મ જોવા ન જતાં કે આ માધુરી તો નથી, આ મિનાક્ષી તો નથી બસ તમે કાંચીને કાંચી તરીકે જ જોજો..કાંચી માટે મિષ્ટીની પસંદગી કેવી રીતે થઈ એ વિશે પૂછતા સુભાષ ધાઈએ જણાવ્યું કે મેં ઓછામાં ઓછા 300 છોકરીઓના ઓડિશન લીધા હતા. મારે એક સામાન્ય છોકરી જોઈતી હતી. ઘણી છોકરીઓ સુંદર હતી પણ કાંચી જેવી ન્હોતી અને ઘણી કાંચી જેવી હતી તો તેમનામાં એ નિર્દોષતા ન્હોતી.આખરે ઘણી મહેનત બાદ મને આ કાંચી મળી..
સુભાષ ધાઈએ કહ્યું કાંચી આજના જમાનાની છોકરી છે તે બોલ્ડ છે અને પોતાની જરૂરિયાતોને સમજે છે. હું જ્યારે સ્ક્રીપ્ટ લખવા બેઠો ત્યારે હું વિચારતો હતો કે હું આજની જનરેશનને સમજી શકું છું ખરો.કારણ કે આજની જનરેશન આઈપેડ જનરેશન છે. ફિલ્મ જોઈને દરેક યુવતીને એમ થશે કે હું કાંચી બનું.
આ ફિલ્મમાં કાંચીની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી મિષ્ટીનું મૂળ નામ ઈન્દ્રાણી મુખર્જી છે. જો કે સુભાષ ધાઈ પોતાની હિરોઈનનું નામ મ અક્ષથી પંસદ કરતા હોવાથી તેમણે આ અભિનેત્રીનું નામ મિષ્ટી રાખ્યું છે.
આ ફિલ્મ માટે કેવી રીતે તૈયારીઓ કરી તે અંગે મિષ્ટીએ કહ્યું કે સાચું કહું તો અમે કોઈ તૈયારી કરી જ નથી, કારણ કે સુભાષ સર અમને થોડા સમય પહેલા જ ડાયલોગ્સ અન સ્ક્રીપ્ટ આપતા હતા અને અમે એ રીતે તૈયારીઓ કરી. તેમનું અમને ઘણું માર્ગદર્શન મળતું હતું.
કાંચીનો હિરો કાર્તિક તિવારી પણ આ પહેલા પ્યાર કા પંચનામા તથા આકાશવાણીમાં એક યંગ બેચલરની ભૂમિકા કરી ચૂક્યાં છે. આમા પણ તેમની દમદાર એક્ટિંગ છે. આ ફિલ્મમાં તેઓ કાંચીના બોલ્ડ પ્રેમીની ભૂમિકામાં છે.
આ ફિલ્મમાં 3ડી મ્યુઝિક અંગે સુભાષ ધાઈએ કહ્યું કે આ પહેલા ડોલ્બી સાઉન્ડનો ઉપયોગ થતો હતો જેમાં 7.1 સિસ્ટમ સાથે 20 સ્પીકરનો ઉપયોગ થતો હતો. જ્યારે 3ડી4 મ્યુઝિકમાં 11.2 સાઉન્ડ છે તેમાં 42 સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે જ્યારે વરસાદનો પડવાનો અવાજ આવે ત્યારે તમને એવું જ લાગશે કે ખરેખર ઉપરથી વરસાદ વરસી રહ્યો છે.
MP/RP
Reader's Feedback: