
પુરૂષોને મહિલાઓની જેવું રૂપ આપવું હિન્દી ફિલ્મોમા હાસ્યને પાત્ર ગણવામાં આવે છે. હવે સૈફ અલી ખાન, રિતેશ દેશમુખ અને રામ કપૂર કોમેડી ફિલ્મ હમશ્કલ્સમાં આમ કરતા દેખાશે. સાઝિદ ખાન નિર્દેશિત હમશક્લ્સ કોમેડી ફિલ્મ છે. અને ફિલ્મ નિર્માતાએ ફિલ્મમાં કોમેડી લાવવાને માટે પોતાના અભિનેતાઓને સુંદર અભિનેત્રીઓમાં બદલી નાખ્યા છે.
પ્રોડક્શન ટીમથી જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે અમે રિતેશને અપના સપના મની મની ફિલ્મમાં મહિલાની ભૂમિકામાં જોઈ ચૂક્યા છે. અને હવે તેઓ સૈફ અને રામની સાથે હમશક્લ્સમાં ફરી એકવાર આમ કરતા દેખાશે. સૂત્રે જણાવ્યું છે રકે શરૂઆતમાં સૈફ અને રામ એક મહિલાના રૂપમાં રજૂ કરતા ખાસ્સું અલગ ફીલ કરી રહ્યા હતા પરંતુ અંતમાં સાઝિદની વાત માનીને રાજી થઈ ગયા. વાશુ ભગનાની દ્વારા નિર્મિત ફિલ્મમાં બિપાશા બાસુ, તમન્ના ભાટિયા અને ઈશા ગુપ્તા પણ છે. ફિલ્મ 20મી જૂને રિલીઝ થશે.
PK
Reader's Feedback: