
અમદાવાદ દેશના મેટ્રો સીટીઝની હરોળમાં આવતા દેશના ફેશન હબ્સમાનું એક બની ગયું છે. ત્યારે અમદાવાદ શહેરમાં યોજાવા જઈ રહ્યો છે ઈન્ટરનેશનલ ફેશન ફેસ્ટિવલ. રિટેઈલ ટુ રન વે નામના આ મેગા ફેશન ફેસ્ટીવલમાં યોજાશે ફેશન શો અને ઈન્ટરનેશનલ એક્ઝિબીશન, આ રીટેઈલ ટુ રન વે ઈન્ટરનેશનલ ફેશન ફેસ્ટિવલ એન્ડ એક્ઝિબીશનમાં ફેશન ઈન્ડસ્ટ્રીઝના તમામ રીટેઈલર્સથી માંડી ટોપ ઈન્ડસ્ટ્રી મોડલ્સ, ડિઝાઈનર્સ, આર્ટિસ્ટ્રસ, મેન્યુફેકચર્રસ અને એક્ઝિબિટર્સ એક મંચ પર આવશે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબીશન સેન્ટર ખાતે આગામી જૂનમાં 12મીથી 15 જૂન દરમ્યાન આ મેગા ફેશન ઈવેન્ટ યોજાશે.
દેશના જાણીતા એન્ટરટેઈન્ટમેન્ટ ગ્રુપ એવા મેગા ગ્રુપ દ્રારા નેક્સ્ટ જેનના સહયોગથી આ મેગા ફેશન ઈવેન્ટ યોજાઈ રહ્યો છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આગામી જૂનમાં 12મીથી 15 જૂન દરમ્યાન આ મેગા ઈશન ઈવેન્ટ યોજાનાર છે. મહત્વનું છે કે આ ફેશન શો એન્ડ એક્ઝિબીશન ઈવેન્ટ એક ચેરીટી ઈવેન્ટ છે અને જેમાં સ્પોન્સરશિપ સહિતની મળનારી તમામ રકમ શિલ્બી ટ્રસ્ટ દાનપેટે જમા કરાશે. મહિલા સશક્તિકરણ અને યુવા ઉત્થાન માટે શિલ્બી ટ્રસ્ટ કામ કરે છે. ત્યારે તેઓ માટેની વિવિધ પ્રવૃતિઓમાં આ રકમ ખર્ચવામાં આવશે.
અમદાવાદમાં આ પ્રકારની આવી પ્રથમ ઈન્ટરનેશનલ ફેશન ઈવેન્ટ યોજાઈ રહી છે. ચાર દિવસ સુધી ચાલનારી આ મેગા ફેશન ઈવેન્ટમાં દેશના યુવા મોડલ્સ હાલના અવનવા ટ્રેન્ડ પ્રમાણેના ડીઝાઈનિંગ કલેક્સનને ફેશન શોમાં રેમ્પ રજૂ કરશે તો દેશ અને દુનિયામાંથી ફેશન ઈન્ડસ્ટ્રીના જાણીતા લોકો આ ઈવેન્ટમાં હાજરી આપશે. જ્યારે એક્ઝિબીશનમાં એસેસરીસ, એપરલ્સ, ડિઝાઈનર કલેક્શન, જ્વેલરી, ડ્રેસ મટીરિયલ્સ, સારીઝ, ફોટોગ્રાફી વગેરે સહિતનું ભવ્ય પ્રદર્શન યોજાશે. અંદાજે 150થી વધુ સ્ટોલ લાગશે અને અંદાજે 20 હજારથી વધુ મુલાકાતીઓ આ સમગ્ર ઈવેન્ટ દરમ્યાન મુલાકાત લે તેવી શક્યતા છે.
MP/RP
Reader's Feedback: