આજે હેલ્થ ડેના ઉપક્રમે 108 સેવા દ્રારા લોકોને નિરોગી રાખવા માટે પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાતભરમાં 108ની સેવા દ્રારા નાગરિકો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે દસ હજાર લોકોના બ્લડ પ્રેશર તથા સુગર લેવલનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકઅપની સાથે સાથે 108ના નિષ્ણાંત સ્ટાફ દ્રારા હેલ્થ ટિપ્સ પણ આપવામાં આવી હતી.
આખા ગુજરાતમાં આશરે દસ હજાર લોકોએ 108 દ્રારા આયોજીત નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. એક એમ્બ્યુલન્સ દીઠ આશરે 50 નાગરિકોએ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું.
MP/RP
Reader's Feedback: