અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાનમાં અમદાવાદમાં ગઇ કાલે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. જેને કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે પવન ફૂંકાવાને કારણે શહેરમાં 600થી વધુ વક્ષ અને 200થી વધુ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થયા છે. વરસાદ તો ગઇ કાલે રાતે બંધ થઇ ગયો. અને શહેરીજનોની મુશ્કેલી આજે સવારથી શરૂ થઇ. ધરાશાયી થયેલા વૃક્ષો અને હોર્ડિંગ્સનો કાટમાળ હજુ સુધી હટાવવામાં નથી આવ્યો. જેને લઇને અનેક વિસ્તારોમાં સવારથી જ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ રહી છે.
આવી પરિસ્થિતમાં શહેરના ગ્યાસપુર ગામમાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે.
ગ્યાસપુર ગામમાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે પશ્ચિમ ઝોનમાં પાણીનો ફોર્સ ઓછો રહેશે અને આજે સાંજ પૂરતું આ વિસ્તારમાં પાણી બંધ રહેશે. આ સમસ્યાને કારણે શહેરના નવા પશ્ચિમ ઝોનમાં આજે સાંજે પાણીનો કાપ ભોગવવો પડશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આગામી 48 કલાક દરમિયાન રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકી શકે છે. આજે બપોરે જામનગર અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
Mp/DP
Reader's Feedback: