ભારતના રાષ્ટ્રીય સૌર અભિયાન વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. પરંતુ બીજી એક હકિકત એવી છે કે ભારતની ઘરઆંગણાનો સૌર ઉદ્યોગ, વિદેશી કંપનીઓ, ખાસ કરીને ચાઈનીઝ કંપનીઓ સામે આપણી નબળી નીતિઓ અને સ્પર્ધાત્મક વાતાવરણના અભાવે ગૂંગળાઈ જવાની શક્યતા છે.
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સૌર અભિયાન એક મહત્વપુર્ણ કદમ છે. આ અભિયાનને 2010માં લોન્ચ કરવામાં આવ્યા પછી 2013માં 20,000 મેગાવોટ સૌર ઊર્જા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
જો કે ચિત્ર જેટલું સારું દેખાય છે તેટલું છે નહીં. કારણ કે ઘરઆંગણે સૌર ઊર્જા ઉદ્યોગમાં વિદેશી ખેલાડીઓને વધુ ફાયદો સબસીડી વગેરેના કારણે પ્રાપ્ત થાય છે. ચીન દ્વારા આવી જ સવલતોનો લાભ લઈને સોલાર પ્રોડક્ટસ માર્કેટમાં વિશ્વના પ્રમાણમાં ઘણી ઓછી કિંમતે ઘૂસાડવામાં આવી રહી છે.
સોલાર એનર્જી સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ પ્રકાશ શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે, ‘ભારતમાં સૌર ઊર્જા ઉદ્યોગમાં પુષ્કળ તકો રહેલી છે. સરકાર સૌર ઊર્જા અભિયાન લઈને આવી છે પરંતુ ભારતીય કંપનીઓની ભૂમિકા શું અને કેવી રહેશે એ બાબતે કોઈ વિચારણા થઈ હોય એવું જણાતું નથી.’
Reader's Feedback: