Home» Gujarat» Ahmedabad» Gujarat will get energy from tidal

દરિયાઇ મોજામાંથી મેળવાશે વીજળી....

જીજીએન ટીમ દ્વારા | March 16, 2013, 05:33 PM IST

(ફાઇલ ફોટો)

અમદાવાદ : ગુજરાત સરકારે પરંપરાગત સાધનોમાંથી વીજળી મેળવવાની સાથે-સાથે  બીનપરંપરાગત શ્રોતોમાંથી પણ વીજળી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે જેમાં સોલાર-ઉર્જા ઉપરાંત 1800 કીમી લાંબા દરિયા કિનારે સમુદ્રના મોજામાંથી વીજળી મેળવવાની બાબતનો પણ સમાવેશ થાય છે. સરકારના એક તારણ અનુસાર કચ્છના અખાતમાં માંડવી નજીક અને ખંભાતના અખાતમાં હજીરા નજીક સમુદ્રી મોજા આધારીત વીજમથકો સ્થાપી શકાય તેમ છે.

ઊર્જા વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત પાસે દેશનો સૌથી મોટો 1600 કીમી લાંબો દરીયાકિનારો છે. વિદેશમાં દરિયાના મોજામાંથી વીજળી મેળવવાની ટેકનીકનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંપરાગત વીજળી કરતાં આ બીનપરંપરાગત વીજળી સસ્તી પડી શકે છે કેમ કે તેમાં વીજ ઉત્પાદન માટે કોલસો, લીગનાઇટ, ગેસ કે ડીઝલ વગેરેનો ઉપયોગ કરવાનો હોતો નથી. સમુદ્રના મોજાં વીજ મથકના ટર્બાઇન ઉપર અથડાઇ અને તે દ્વારા ટર્બાઇન ફરે અને ટર્બાઇન સતત ફરતું રહે તેમ-તેમ તેમાંથી વીજળી મળતી રહે.

સૂત્રોએ જણાવ્યું કે સમૂદ્રી મોજા આધારિત વીજમથક સ્વભાવિક રીતે આર્થીક રીતે પોષણક્ષમ પડતરથી સ્થાપિત કરવાની ભરપુર સંભાવના રહેલી છે. ગુજરાત સરકારે સમુદ્રી મોજા આધારીત વીજમથક સ્થાપિત કરવા ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ કંપનીની નોડલ એજન્સી તરીકે નિમણૂંક કરી છે. આ કંપનીએ ગુજરાત સરકાર વતી એટલાન્ટીસ રીસોસીસ કોર્પોરેશન સાથે સમજુતી કરાર કર્યાં છે. અને આ પરીયોજના વિકસાવવા ખર્ચની મંજૂરી પણ આપવામાં આવી છે. આ કંપની દ્વારા કરાયેલી મોજણીમાં એ બાબત નું તારણ નિકળ્યું કે કચ્છના અખાતમાં માંડવી નજીક 200 મેગાવોલ્ટ અને ખંભાતના અખાતની નજીક 300 મેગાવોલ્ટ સુધી સમુદ્રના મોજામાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય તેમ છે.

સૂત્રોએ જણાવ્યું કે આ બે સ્થળો એવા છે જ્યાં સમુદ્રના મોજાની ઉંચાઇ લંબાઇ અને તેની ઝડપ વીજ ઉત્પાદન માટે યોગ્ય લેખવામાં આવી છે. આ મોજાઓ સતત અવરજવર કરતાં હોવાથી એવા સ્થળે વીજમથકના ટર્બાઇન ગોઠવવામાં આવશે કે દરીયાના વિશાળ મોજા પુરઝડપે તેની સાથે અથડાઇ અને ટર્બાઇનના પાંખીયા ફરતા રહે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે એવું પણ તારણ નીકળ્યું છે. સરકાર આ બે સ્થળોએ સમુદ્રી મોજા આધારીત વીજ મથક સ્થાપવાની દીશામાં આગળ વધી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી નર્મદા કેનાલ ઉપર સોલાર પેનલ ગોઠવીને તેમાંથી વીજળી મેળવવામાં આવી રહી છે તો ઉત્તર ગુજરાતમાં ચારણકા ખાતે ખુલ્લા રણ વિસ્તારમાં સોલાર પેનલો ગોઠવીને વીજળી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. ગાંધીનગરને સોલાર સીટી બનાવવાનો એક પ્રોજેક્ટ પણ અમલમાં મુકાયો છે. જેમાં ગાંધીનગરના મકાનોની છત પર સોલારપેનલો મુકીને પાંચ મેગાવોલ્ટ વીજળી મેળવવાનું આયોજન છે. મકાનધારકોને સોલાર પેનેલ ખરીદવા સબસીડી આપવામાં આવે તેવી પણ એક શક્યતા દર્શાવવામાં આવી રહી છે. છત આધારીત ગ્રીલ કનેક્ટેડ વીજ યુનીટ પ્રોજેકટ ભારતનો સૌથી પ્રથમ પ્રોજેકટ છે. આ ઉપરાંત કચ્છના માંડવીના દરીયા કીનારે દરીયાઇ પવનોમાંથી પણ વીજળી મેળવવામાં આવી રહી છે. આમ, ગુજરાતે બીન પરંપરાગત તમામ શ્રોતમાંથી વીજળી મેળવવાનો નિર્ધાર કર્યો છે.

PG/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.96 %
નાં. હારી જશે. 19.39 %
કહીં ન શકાય. 0.65 %