Home» Women» Relationships» Bihar villege bans women from using mobile

યુવતીઓ મોબાઇલ નહી રાખી શકે!

Agencies | December 03, 2012, 04:16 PM IST

પટના : બિહારના મુસ્લિમ બહુમતી વિસ્તાર કિશનગંજ જિલ્લાના કોચાધામન પ્રખંડની સુંદરવાડીની પંચાયતે છોકરીઓ માટે એવુમ ફરમાન બહાર પાડ્યું  છે કે યુવતીઓએ મોબાઈલ ન રાખવો અને પરિણિત મહિલાઓએ ઘરમાં રહીને જ મોબાઇલથી વાત કરવી.

જો યુવતીઓ અથવા પરિણિત મહિલાઓ આ ફરમાન નહીં માને તો તેમણે દંડ પણ ચૂકવવો પડશે. આ નિર્ણય સુંદરવાડીના ગ્રામીણોએ સામાજિક સલાહ સમિતિનું નિર્માણ કરીને કર્યો હતો. આ સમિતિના એક સભ્યે જણાવ્યું હતું કે,  હવેથી છોકરીઓ મોબાઇલ ફોન નહીં રાખે અને  છોકરીઓ મોબાઇલ પર વાત કરતી જોવા મળશે તો તેમને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે!

પરિણિત મહિલાઓ ઘરની બહાર મોબાઇલથી વાત કરતી દેખાઈ તો તેમને 2000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ સમિતિના અધ્યક્ષ મંઝૂર આલમે એવું કહ્યું હતું કે, મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી યુવતીઓમાં સ્વચ્છંદતા આવવા લાગી છે. ખાસ કરીને કોલેજ અને સ્કૂલમાં ભણતી છોકરીઓમાં. મોબાઇલને કારણે જ કાચી વયના પ્રેમ અને અન્ય દુષણોમાં વધારો થયો છે. મોબાઇલથી જ સમાજમાં નકારાત્મક અસરો વધી છે.

આવાં કોઈ ફરમાનનો કોચાધામન પ્રખંડના વિકાસ અધિકારી સંજય કુમાર તથા પોલીસ અધિકારી ચિરંતન કુમારે ઇનકાર કર્યો છે. આ બંને અધિકારીઓએ આ વાતનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, જો આવી કોઈ મનાઇ ફરમાવવામાં આવી હોય તો તે કાનૂની વિરુદ્ધમાં છે. અમે આ આખા મુદ્દાની તપાસ કરીશું. જો આવી કોઈ નક્કર બાબત જાણવા મળશે તો ચોક્કસ પગલાં લઇશું.

MP/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %