આપણામાં એક કહેવત છે કે મા તે મા, બીજા બધા વગડાના વા. પરંતુ દુનિયામાં કેટલીક એવી માતાઓ પણ છે કે જેઓ સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવવા માટે પોતાની સગી પુત્રીઓને મોતના મુખમાં ધકેલતાં પણ અચકાતી નથી. આશ્ચર્યની વાત એ છે કે એક માતાએ પોતાની બે સગીર દીકરીઓને મા બનાવવા માટે ભીખ માંગી છે. સગીર છોકરીઓ માટે માતા બનવું ખૂબ જ પ્રાણઘાતક હોય છે તેમ જાણતી હોવાં છતાં પણ તેણી પોતાની દીકરીઓને માતા બનાવવા અનોખી દલીલ કરે છે.
36 વર્ષીય સીનીડ ક્લાર્કસન ઈંગ્લેન્ડના વેસ્ટ માનચેસ્ટમાં આવેલા રોકડેલમાં રહે છે. સીનીડને બે છોકરીઓ છે. જેમાં મોટી છોકરી 19 વર્ષની અને નાની 12 વર્ષની છે. સીનીડનું માનવું છે કે કોઈએ આપેલી નોકરી કરવા કરતાં સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવીને જિંદગી વિતાવવી સરળ છે.
સીનીહ કહે છે કે જે છોકરી કિશોરાવસ્છામાં માતા બને છે તેને સરકાર ખર્ચ પૂરતા રૂપિયા અને ત્રણ બેડરૂમનું કાઉન્સિલ ઘર પણ આપે છે. તેણે દલીલ કરી હતી કે ખર્ચા વધતા તે પોતાની છોકરીઓને ઉછેરી શકતી નથી. જે બાદ તેણીએ કહ્યું હતું કે તે માતા બની ત્યારે પણ સગીર હતી. આ કારણે તેને ઘર મળ્યુ અને સરકારે રૂપિયાની મદદ પણ કરી.
માતાની વાત સાંભળીને તેની 19 વર્ષીય દીકરી ગર્ભવતી પણ બની ગઈ અને હાલમાં તેને છ મહિનાનો ગર્ભ પણ છે અને આગામી સમયમાં તે સરકારી લાભ પણ ઉઠાવશે. પોતાની મોટી બહેનને મા બનેલી જોઈને 12 વર્ષની નાની બહેન પણ મા બનવા આતુર છે.
પોતાની બંને બેટીઓને તેણીની યોજના પસંદ આવી અને તેમણે આ રસ્તો અપનાવી લીધો તે જોઈને સીનીડ પણ ખુશીના માર્યા ફૂલાતી નથી. સીનીડનું કહેવું છે કે આ રીતે મા બનવાનો ફેંસલો સુંદર નિર્ણય સાબિત થશે.
MP
Reader's Feedback: