Home» Sports» Hockey» Women hockey team captain ruturani

ઋતુરાણી ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન

Agencies | November 21, 2012, 01:50 PM IST

નવી દિલ્હી :

હોકીની શાર્પ મિડફીડર ઋતુરાણીને ન્યૂઝીલેન્ડ હોકી ટેસ્ટ મેચ માટે કેપ્ટન જાહેર કરવામાં આવી છે જ્યારે સૌંદર્યા યેંડલા ટીમની વાઈસ કેપ્ટન ઘોષિત કરવામાં આવી છે.

ભારતની 18 સભ્યોની ટીમ 6 ડિસેમ્બર સુધી ન્યૂઝીલેન્ડમાં રમશે. ભારતની મહિલા ટીમ આ સિરીઝ દિલ્હીમાં 18થી 24 ફેબ્રુઆરી સુધી યોજાનારા એફઆઈએચ વર્લ્ડ હોકી લીગ રાઉન્ડ-2ની તૈયારી માટે રમશે. ભારતીય મહિલા હોકી ટીમની પસંદગી બી.પી.ગોવિંદ, સાવિત્રી પૂર્તિ, સૂરિન્દર કૌર તથા સરકારી ઓબ્ઝર્વર હરવિન્દરસિંહ તથા ચીફ કોચ નીલ હાગુડની હાજરીમાં ભોપાલમાં થઈ હતી.

ભારતીય હોકી ટીમમાં ગોલકીપર તરીકે સવિતા અને રજની ઇતિમારપૂ, ફુલબેકમા દીપ ગ્રેસ એક્કા, કિરણદીપ કૌર, જસપ્રીત કૌર, કિરણ દહિયા, એમ.એન.પોનમ્મા, દીપિકા, મેચફીલ્ડર તરીકે સુશીલા ચાનૂ, ઋતુરાણી, છનછન દેવી, પૂનમ રાણી, સવિતા ટોપો, લિલિંમાં મિંઝ, ફોરવર્ડ માટે વંદન કટારિયા, નવજોત કૌર, અનૂપા બારલા અને સૌંદર્યા યેંડલાનો સમાવેશ થાય છે.

MP / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %