
વિશ્વ ક્રિકેટ ઈતિહાસમાં બેસ્ટ બેટ્સમેનમાંથી એક માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરનો આજે જન્મ દિવસ છે. આજે તેઓ 41માં વર્ષમાં પગલા પાડ્યા છે. ભલે તેઓ ક્રિકેટર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તરીકેથી સન્યાસ લઈ ચૂક્યા છે, પરંતુ સચિનના પ્રશંસકોમાં તેમને લઈને આજે પણ તેટલો જ ક્રેઝ છે.
સચિન આ સમયે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના આઈકનના રૂપે છે. સચિન અને તેમના પ્રશંસકોને માટે આજનો દિવસ ખૂબજ ખાસ છે. સચિનનો જન્મ 24મી એપ્રિલ, 1973ના રોજ મુંબઈમાં થયો હતો. સચિન દેવ બર્મન સચિન તેંડૂલકરના પિતા રમેશ તેંડૂલકરના મ્યૂઝિક ડાયરેક્ટર હતા, આથી તેમણે તેમના પુત્રનું નામ સચિન રાખ્યું. આજે બર્થડેની સાથે મતદાન પણ હોવાથી સચિને લોકોને સોશ્યલ સાઈટ પર અપીલ કરી છે કે મતદાન અધિકારને ગુમાવો નહીં મત જરૂરથી કરો.
પોતાના શરૂઆતના દિવસોમાં સચિન ટેનિસ પ્લેયર જોન મેકનરોના સારા ફેન હતા અને ક્રિકેટથી વધારે ટેનિસના પ્રત્યે લગાવ રાખતા હતા અને ટેનિસ પ્લેયર બનાવા ઈચ્છતા હતા. પરંતુ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું અને આજે તેઓ વિશ્વના ક્રિકેટ ઈતિહાસમાં બેસ્ટ બેટ્સમેનમાંથી એક છે. સચિન તેંડૂલકર ભારતના પહેલા અને એક માત્ર ક્રિકેટર છે જેમણે પોતાની પહેલી રણીજી, દિલીપ અને ઈરી ટ્રોફી મેચમાં શતક મારી હોય.
PK
Reader's Feedback: