Home» Sports» Cricket» Gautam gambhir hace achance to become first cricketer to score 300 boundaries in ipl

આઈપીએલમાં ગંભીર સચિનનો રેકોર્ડ તોડવાથી પાંચ કદમ દૂર

એજન્સી | April 14, 2014, 03:57 PM IST

દુબઈ :
આઈપીએલની સાતમી સિઝન શરૂ થવાને હવે ગણતરીના કલાકો જ બચ્યાં છે. આઈપીએલમાં ફોર અને સિક્સરોની ભરમાર જોવા મળે છે. આઈપીએલમાં સૌથી વધારે ફોર ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. આઈપીએલની આ સિઝનમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો સૌથી વધારે ફોર(295) ફટકારવાનો રેકોર્ડ તુટી જશે તે નક્કી છે. આ રેકોર્ડ બીજો કોઈ નહીં ભારતીય ટીમમાંથી બહાર ફેંકાઈ ગયેલો દિલ્હીનો ઓપનર ગૌતમ ગંભીર તોડશે.
 
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આઈપીએલમાં કુલ 78 મેચો રમી છે. જેમાં 100 રનના બેસ્ટ સ્કોર સાથે 2334 રન બનાવ્યા છે. સચિને 1 સદી અને 13 અડધી સદી ફટકારી છે. સચિને આઈપીએલમાં 295 ફોર અને 29 સિક્સરો ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલ 6માં મુંબઈ ઈન્ડિયન્સ વિજેતા થયું ત્યારે જ સચિન તેડુંલકરે આઈપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
 
કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરને સચિનનો રેકોર્ડ તોડવા માટે ફક્ત પાંચ ફોરની જરૂર છે. ગંભીર પ્રથમ મેચમાં જ આ રેકોર્ડ તોડે તેવી સંભાવના છે. ગંભીરે અત્યાર સુધી 291 ફોર ફટકારી છે. જે બાદ ભારતનો વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગ 266 ફોર સાથે ત્રીજા અને સુરેશ રૈના 239 ફોર સાથે ચોથા નંબરે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %