Home» Sports» Cricket» No clear favourites in ipl 7 sourav ganguly

IPL-7માં કોઈ પણ વિજેતા બની શકેઃ સૌરવ ગાંગુલી

એજન્સી | April 24, 2014, 05:31 PM IST

નવી દિલ્હી :
ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે આઈપીએલની સાતમી સિઝનમાં કોઈ પણ ટીમ વિજેતા બની શકે છે. અત્યાર સુધીની મેચોમાં અંડરડોગ ટીમોનું પ્રદર્શન સુંદર રહ્યું છે જ્યારે મજબૂત માનવામાં આવતી ટીમોનું પ્રદર્શન ચઢઉતાર વાળું રહ્યું છે. ગાંગલીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આ એવી પહેલી આઈપીએલ છે જેમાં બધી ટીમોની સ્થિતિ એક સમાન છે. કોઈપણ ટીમ ખિતાબ મેળવવા હકદાર નથી.
 
કોલકાતા નાઈટ રાઈડર્સ તથા પુણે વોરિયર્સ તરફથી રમી ચૂકેલા ગાંગુલીએ અત્યાર સુધીમાં રમેલી ત્રણેય મેચ જીતી ચૂકેલી કિંગ્સ ઈલેવન પંજાબના સુંદર દેખાવના વખાણ કર્યાં હતા. તેણે કહ્યું કે ગ્લેન મેક્સવેલનું પ્રદર્શન અકલ્પનીય છે અને ડેવિડ મીલર પણ તેનાથી પાછળ નથી.
 
આ બાજુ વિઝન 2020ના કાર્યક્રમોના એ રિપોર્ટને ઝટકો લાગ્યો છે કે ફાસ્ટ બોલિંગના સલાહકાર વકાર યૂનૂસને પાકિસ્તાનના કોચ તરીકે પસંદ કરવામાં આવી રહ્યો છે. ગાંગુલીએ જણાવ્યું હતું કે, વકાર હાલમાં પણ કૈબ સાથે સંકળાયેલા છે અને શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન પણ સાથે જ છે. અત્યાર સુધી તેને પાકિસ્તાનના કોચ બનાવ્યાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નછી. હાલમાં તેમનો અમારી સાથે કરાર છે. આગળ શું થાય છે જોઈએ અને મારે આ અંગે વિશેષ કંઈ કહેવું નથી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %