Home» Sports» Cricket» Srk new fan kohli

કોહલી કિંગ ખાનનો ફેન બન્યો

એજન્સી | April 16, 2014, 05:10 PM IST

દુબઈ :
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી અને સતત પોતાના પ્રશંસકોની સંખ્યા દિવસે બમણી અને રાતે ચાર ગણી વધી રહી છે તેવો વિરાટ કોહલી કિંગ ખાનનો ફેન બની ગયો છે. બંને સ્ટાર એક બીજાની પ્રશંસા કરતા થાકતાં નથી.
 
ગઈકાલે યોજાયેલી આઈપીએલની ગાલા ડિનર પાર્ટીમાં ટીમ માલિકો, ક્રિકેટરોએ ભાગ લીધો હતો. જેમાં બોલીવુડ સેલિબ્રિટિઝ જેવાકે શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિતે પરફોર્મ કર્યું હતું. આ સમારોહને ટીવી પર લાઈવ દર્શાવવામાં આવ્યો નહોતો. 
 
વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું હતું કે ગઈ કાલનો દિવસ તેની અને તેના સાથીઓ માટે ખૂબ સુંદર રહ્યો હતો. તેમણે ખૂબ મસ્તી કરી હતી. ટ્વીટર પર શાહરૂખની પ્રશંસા કરીને તેને જેન્ટલમેન ગણાવતાં કહ્યું હતું કે તેમને મળવાની હંમેશા ઈચ્છા હતી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %