Home» Social Media » Facebook Funda» Kapil sharma beats shah rukh khan on facebook

કોમેડી કિંગે કિંગ ખાનને ફેસબુક પર પછાડ્યો

એજન્સી | April 29, 2014, 03:48 PM IST
kapil sharma beats shah rukh khan on facebook

મુંબઈ :
કોમેડીની દુનિયાના બાદશાહ કપિલ શર્માએ બોલીવૂડના બાદશાહ એટલેકે શાહરૂખ ખાનને લોકપ્રિયતાના મામલે પાછળ છોડી દીધો છે.  જાણીતા કોમેડિયન કપિલ શર્માના ઓફિશિયલ ફેસબુક પેજ પર ફેન્સની સંખ્યા 94 લાખથી વધારે છે, જ્યારે શાહરૂખના ફેસબુક પેજ પર ફેન્સની સંખ્યા 83 લાખ જેટલી છે. જોકે, કપિલ એમ માનવા તૈયાર નથી કે તે શાહરૂખ કરતાં વધુ લોકપ્રિય છે. તે કહે છે કે, શાહરૂખ એક મોટી હસતી છે.
 
કપિલ ગમે તેમ કહે, પરંતુ તેની લોકપ્રિયતા વધારવામાં તેનો જાણીતો શો કોમેડી નાઈટ્સ વિથ કપિલનું મહત્ત્વનું પ્રદાન છે. આ શો દ્વારા જ કપિલની લોકપ્રિયતાનો ગ્રાફ રોકેટ ગતિએ વધ્યો છે અને હાલમાં પણ ફેન્સની સંખ્યા સતત વધતી જ રહે છે.
 
કપિલ પણ કહે છે કે, તેને જાણીને સારું લાગ્યું કે, લોકોને તેના શો અને તે ખૂબ પસંદ કરે છે. તેણે જણાવ્યું હતું કે, કોમેડી નાઈટ્સ વિથ કપિલ દરરોજ પ્રસારિત થાય છે. આ કારણે પણ તેના પ્રશંસકો વધી રહ્યા છે. કપિલ ટૂંક સમયમાં જ યશરાજ ફિલ્મના બેનર હેઠળ બનતી બેંક ચોરમાં નજરે પડશે. તેથી આગામી વર્ષોમાં કપિલ શાહરૂખને ટક્કર આપે તો પણ નવાઈ નહીં.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.96 %
નાં. હારી જશે. 18.59 %
કહીં ન શકાય. 0.45 %

Immerse in thrilling casino rewards.

usa online real money slots