Home» Social Media » Facebook Funda» Facebook adds anonymous login unveils host of mobile friendly features

ફેસબુકમાં ઓળખ છૂપાવીને લોગ ઈન કરી શકાશે

એજન્સી | May 01, 2014, 03:00 PM IST
facebook adds anonymous login unveils host of mobile friendly features

વોશિંગ્ટન :
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે પોતાના યૂઝર્સ માટે એક નવું ફીચર ઉમેર્યું છે. જે દ્વારા યૂઝર ઈચ્છે તો કોઈ એપ પર ફેસબુક દ્વારા લોગ ઈન કરીને પોતાની ઓળખ છતી નહીં કરી શકે કે પોતાની અંગત જાણકારી શેર નહીં કરી શકે. માર્કે ઝુકરબર્ગે ડેવલોપર્સ કોન્ફરન્સમાં આ અંગે જાણકારી આપી હતી. હવે ફેસબુકનું ધ્યાન મોબાઈલ સ્પેસ પર છે. આ માત્ર તેના એપ્સ માટે જ નથી પરંતુ બાહરના ડેવલોપર્સ માટે પણ છે.
 
મોબાઈલ પર પીપલ ફર્સ્ટ પોલીસી હેઠળ ફેસબુકે જણાવ્યું હતું કે, યૂઝર્સ કોઈ એપ વગર પોતાની ઓળખ જાહેર કરવા ન માગતા હોય તો તેમ કરી શકશે. ફેસબુક યૂજર્સ લોગ ઈન વિથ ફેસબુક બટન દ્વારા આ એપનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આ એપનો ફેસબુક યૂઝર્સની ઓળખાણ તથા તેની જાણકારી પહોંચી જાય છે. ગુમનામ રીતે લોગ ઈન કર્યા બાદ યૂઝરની જાણકારી ફેસબુકની પાસે રહેશે પરંતુ લોકોને નહીં મળે.
 
ઝુકરબર્ગે કહ્યું હતું કે આ ફીચરથી લોકો વધુ એપ્સનો ઉપયોગ કરતા જોઈ શકાય છે. જે લોકોને સામેની વ્યક્તિ પર ભરોસો ન હોય તેઓ પોતાની ઓળખ ગુપ્ત રાખીને એપ વાપરી શકે છે. કંપની દ્વારા કંટ્રોલની નવી સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત તમે જન્મદિવસ, ફ્રેન્ડ લિસ્ટ અને ઈમેલ એડ્રેસ જેવી ઘણી માહિતી લોકો સાથે શેર કરવાથી બચી શકશો.
 
ફેસબુકે પોતાના મોબાઈલ એડ નેટવર્ક ઓડિયન્સ નેટવર્ક અંગે જણાવ્યું હતું કે, આ દ્વારા ફેસબુક પોતાની એડ ઉપરાંત મોબાઈલ પર પણ એડ વેચી શકશે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ફેસબુક યુઝર પોતાના ફોન પર કોઈ ગેમ ડાઉનલોડ કરે તો તેમાં તેની એડ જોવા મળશે. ફેસબુક એડની આ સર્વિસ દ્વારા ગુગલને ટક્કર આપવા માગે છે. 
 
ઉલ્લેખનીય છે કે ફેસબુકે એપ ડેવલોપર્સની કોન્ફરન્સ 2011માં કરી હતી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.96 %
નાં. હારી જશે. 18.59 %
કહીં ન શકાય. 0.45 %