Home» Social Media » Facebook Funda» Facebook can help students learn better study

ફેસબુકે અભ્યાસની પદ્ધતિ બદલી

એજન્સી | April 30, 2014, 04:55 PM IST
facebook can help students learn better study

નવી દિલ્હી :
સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર બાળકોનો સમય પસાર કરવો માત્ર સમયની બરબાદી જ નથી. ફેસબુક વિદ્યાર્થીઓને ભણવામાં અને વિષયોને સારી રીતે સમજાવવામાં પણ મદદ કરે છે. એક અભ્યાસ મુજબ ફેસબુકને સમાજશાસ્ત્ર ક્લાસ ગ્રુપ તરીકે ઉપયોગ કરનારા વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા કોર્સનું એસાઈનમેન્ટ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું.
 
સંશોધનકર્તાઓનું કહેવું છે કે, ઉચ્ચ શિક્ષણ માટે અભ્યાસ કરવો પડકારભર્યો હોય છે. તેથી બેલર વિશ્વવિદ્યાલયે ફેસબુક પર સંશોધન કર્યું છે. બેલર વિશ્વવિદ્યાલયના કોલજે ઓફ આર્ટસ એન્ડ સાયન્સના સમાજશાસ્ત્રના સહાયક પ્રોફેસર કેવિન ડોગેર્ટીએ જણાવ્યું હતું કે, કેટલાંક શિક્ષકો આ વાતને લઈને ચિંતિત છે કે સોશિયલ મીડિયા વાસ્તવિક ભણતરથી વિદ્યાર્થીઓ ધ્યાન હટાવી શકે છે. પરંતુ સંશોધન દરમિયાન જાણવા મળ્યું હતું કે ફેસબુક ગ્રુપના વિદ્યાર્થીઓએ જ્યારે મૂંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી ત્યારે તેમને વધુ સારા અને સચોટ મુદ્દાઓ મળ્યા હતા. 
 
સંશોધનકર્તાઓને સમાજશાસ્ત્રના 218 વિદ્યાર્થીઓ પર અભ્યાસ કર્યો હતો. જે માટે ફેસબુક પર ગ્રુપમાં સામેલ વિદ્યાર્થીઓને સવાલ-જવાબ દરમિયાન મિત્રોની અપેક્ષા કરતાં વધારે સુંદર પ્રદર્શન કર્યું હતું. જે મુજબ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને ફેસબુક પર ચર્ચા કરતા હતા. શિક્ષકોએ ફેસબુક સંબંધિત ચર્ચાના પ્રશ્નો, પાઠ્યપુસ્તકોની ઓનલાઈન લિંક, તસવીર વગેરે વીડિયો મેળવ્યા હતા.
 
ડોગર્ટીએ જણાવ્યું હતું કે, અમે વારંવાર જોયું હતું કે વિદ્યાર્થીઓ ફેસબુક સમૂહ પર એકબીજાની મદદ કરી રહ્યા છે. ટીચિંગ સોશિયોલોજી નામના પત્રમાં પ્રકાશિત થયેલા અહેવાલ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેનાથી વિદ્યાર્થીઓને વિષય સમજવામાં વધારે સરળતા રહે છે અને તેઓ વધારે સક્રિય બને છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.96 %
નાં. હારી જશે. 18.59 %
કહીં ન શકાય. 0.45 %