પૃથ્વી પરનુ સૌથી મહત્વાકાંક્ષી પરની કદાચ ભારતના રાજકારણીઓ હશે. સત્તા હાંસલ કરવા માટે ગમે તેવા જોડાણ કરી શકે છે. અને ગમે તેવા તોડી પણ શકે છે. આજ સુંધી નરેન્દ્ર મોદીના એકદમ ખાસ મિત્ર ગણાતા જયલલિતા દીદી આજે વડાપ્રધાન બનવાની ઘેલછાએ ભાજપ સામે જ નવો મોરચો ખોલીને બેઠા છે. આ ત્રીજો મોરચો એટલેકે ફેડરલ ફંડ હાલમાં લોકસભામાં ૯૫ સીટોની તાકાત ધરાવે છે. આગામી ચુટણીઓ બાદ જો આ તાકાત વધે તો તેઓ સરકાર રચશે અને જો તાકાત નહિ વધે તો કદાચ આ જ ત્રીજો મોરચો રાતોરાત વિખરાઈ પણ શકે છે. આવા તકવાદી અભિયાન વાયદા ના વેપારમાં પણ છેડાતા હોય છે. ગુવાર, એરંડા તથા હળદળ જેવી કોમોડીટીમાં અગાઉ તગડો નફો રળવા માટે આવા પ્રયાસ થઇ ગયા છે. પરિણામ આપની સામે છે.
છેલ્લા થોડા સમયથી ગુવાર અને એરંડા જેવી ગુજરાત કેન્દ્રિત કોમોડીટીના ભાવ રેડ ઝોનમાં રહે છે. આમતો વિતેલા સપ્તાહે બે-ચાર કોમોડીટી ને બાદ કરતા મોટા ભાગની જણસોમાં ભાવ નીચા મથાળે બંધ રહ્યા હતા. રોકાણકારોને લેણના વેપારમાં એક થી માંડીને બાર ટકા જેટલું નુકશાન સહન કરવું પડ્યું હતું. હજુ પણ મંડીઓમાં ખરીફ સિઝનના માલ આવી રહ્યા છે. અને આગામી દિવસોમાં રવિ સિઝનના માલ આવવાની શરૂઆત થઇ જશે તેથી બજાર આમ જ રહેવાની નિષ્ણાતોની ધારણા છે.
માર્ચ-૧૨ માં ગુવારના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૨૦૦૦૦ થી ૨૫૦૦૦ રૂપિયાની રેન્જમાં દોડતા હતા. આજે બે વર્ષ બાદ આ ભાવ અગાઉની રેંજના તફાવત એટલેકે ૫૦૦૦ રૂપિયા સુંધી પહોચતા હાંફી જાય છે. વીતેલા એક સપ્તાહમાં જ ગુવાર સીડ તથા ગમના ભાવમાં ૧૨ ટકાનું ગાબડું જોવા મળ્યું છે. ભારત સૌથી મોટા ગ્રાહક ગણાતા ચીનમાં તહેવારોના કારણે હાલમાં ખરીદી બંધ છે. તો બીજી તરફ રાજસ્થાન તથા ગુજરાતની મંડીઓમાં ગુવારની જોરદાર આવકો રહી છે. જન્યુઅરિ ૧૪ના આંકડા પ્રમાણે ૩,૭૫,૦૦૦ તન જેટલી ગુવારની આવકો હતી, જયારે જાન્યુઆરી ૧૩મ આ આકડો માત્ર ૧,૬૦,૦૦૦ ટનનો હતો. ૧૩૬ ટકાનો વધારો બજાર પર દબાણ કરે એ સ્વાભાવિક છે. ફેબ્રુઅરીના પ્રથમ સપ્તાહમાં પણ આવકો પાછલા વર્ષની તુલના એ ૩૦ ટકા જેટલી વધારે રહી છે. પરિણામે બજારમાં ભાવ દબાયેલા રહેશે એવું હોલસેલરો જણાવે છે. આમેય તે ગુવારના અન્ય વિકલ્પી સી.એમ. સી. અને ઝેન્થમ જેવા સિન્થેતિક ગમના ભાવ એવો સંકેત આપે ચી કે જયારે ગુવાર ના ભાવ ૬૦૦૦ થી ઉપર જાય ત્યારે વપરાશકારોને આ વિકલ્પો સસ્તા પડે છે. અગાઉ માસિક સરેરાશ ૪૫,૦૦૦ ટન ગુવાર ગમની નિકાસ થતી હતી જે હાલમાં માંડ ૨૫,૦૦૦ ટન નોધાય છે. વીતેલા સપ્તાહમાં પણ ૩૦ જાન્યુઆરીએ ગુવાર સિડનો ક્વિન્ટલ દીઠ ભાવ ૫૧૦૦ રૂપિયા હતો જે સપ્તાહના અંતે સાતમી ફેબ્રુઅરિએ ૪૫૦૦ રૂપિયાની સપાટી તોડી ગયો હતો.
ઓઈલ અને ઓઈલ સીડ સેકટરમાં વીતેલું સપ્તાહ મૂંઝવણ ભર્યું હતું. અમેરિકાએ ૧૮૮ લાખ ટન સોયાબીન ચીનને વેચી નાખી હોવાના અહેવાલ છે. તાજેતરમાં વધુ ૮૦ લાખ ટનના સોદા થયા હોવાનું ચર્ચાય છે. જેની ડીલીવરી બાકી છે. અધૂરામાં પૂરું , અમેરિકાએ વધુ ૩૫ લાખ ટન સોયાબીન વેચી હોવાની વાતો છે, જે કોને વેચાઈટે જાણવા મળતું નથી. આ સાચા ખોટા અહેવાલો ના પગલે સી. બોટ ખાતે સોયાબીન ઉચકાઈ હતી. બીજી તરફ જાન્યુઆરી ૧૪ માં ભારતમાંથી સોયાખોળની નિકાસ ૪૭ ટકા જેટલી ઘટીને માંડ ૪૨૫૬૫૦ ટન નોધાઇ હતી. હવે લેટીન અમેરિકા કરતા ભારત માંથી ખોળની નિકાસ મોંઘી પડતી હોવાથી ભારતમાં મિલો તેમની કેપેસીટી માંથી માંડ ૨૫ ટકા ઉત્પાદન કરે છે. સપ્તાહના અંતે સોયાબીન એકાદ ટકાના સુધારા સાથે ૪૦૩૨ રૂપિયા જયારે સોયાખોળ ઘટ્યા માથાળે ૩૩૭૦૦ રૂપિયા બંધ રહ્યો હતો.
એરંડા માં એક અઠવાડિયામાં વધુ ચારેક ટકાનું ગાબડું આગળ માલનો બોજ વધવાના સંકેત આપે છે. ૩૦ મી જાન્યુઆરી એ એક ક્વિન્ટલ એરંડા ખોળની નિકાસ થઇ ગઈ છે. વિદેશી આયાતકારોની નવી ભૂખ કેવી રહે છે તેના પર બજારની દિશા નક્કી થશે.
સરસવમાં પણ સપ્તાહ દરમિયાન ત્રણ ટકાનો ભાવ ઘાટલો જોવા મળ્યો હતો. સપ્તાહના પ્રારંભે ક્વિન્ટલ દીઠ સરસવ ૩૪૮૫ રૂપિયે વેચાતી હતી. જેના સપ્તાહના અંતે ભાવ ૩૪૦૦ રુપીયાથી નીચે ક્વોટ થતા હતા. મથકોએ થી મળતા અહેવાલો પ્રમાણે હાલમાં હવામાન સાનુકુળ છે, આ વખતે વાવેતર નો વિસ્તાર ચારેક લાખ ટન વધારે હોવાનું સરકારી અનુમાન છે. રાજસ્થાનમાં જ્યાં સરસવનું વહેલું વાવેતર થયું છે ત્યાં નવા માલની આવકો એકાદ બે અઠવાડિયામાં શરુ પણ થઇ જશે. તેથી સૌ થોભો અને રાહ જુઓની નીતી ધરાવે છે.
બુલીયનમાં એક દિવસ તેજીનો તો એક દિવસ મંદીનો રહે છે. અમેરિકા માં સર્વિસ સેકટરમાં સુધારો થયો હોવાના બે જુદા જુદા અહેવાલો તો આવ્યા પણ ખાનગી નોકરી ના આંકડા નિરાશાજનક આવ્યા છે. હવે અમેરિકામાં સૌ બિન કૃષિ ક્ષેત્રમાં રોજગારીના આંકડા કેવા આવે છે તેની રાહમાં છે. તો ભારતમાં સૌની નજર ૧૭ મી ફેબ્રુઆરીએ આવનારા વોટ ઓન એકાઉન્ટ બજેટ પર છે, સોનિયા ના વેણ સાચા પડે છે કે ચિદમ્બરમના તે બજાર ની દિશા નક્કી કરશે. ચાંદીમાં ખપ પુરતી ખરીદી તથા પાછલા સપ્તાહના મોટા ઘટાડા બાદ વીતેલા સપ્તાહમાં પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો હતો. સપ્તાહ દરમિયાન ૧૦ ગ્રામ શુદ્ધ સોનાના ભાવ ૧૦૦ રૂપિયાના ઘટાડા સાથે ૨૬૭૭૫ રૂપિયા જયારે એક કિલો શુદ્ધ ચાંદીના ભાવ ૮૦૦ રૂપિયાના સુધારા સાથે ૪૪૬૩૪ રૂપિયા બંધ રહ્યા હતા.
KS/DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: