Home» Gujarat» Other» Water distribution problem in jamnagar

જામનગર: પાણી વિતરણમાં ભેદભાવનો આરોપ

જીજીએન ટીમ દ્વારા | April 21, 2014, 01:50 PM IST

જામનગર :

હાલાર પંથકમાં ચાલુ વર્ષે સારો વરસાદ થતાં હાલાર પંથકના તમામ ડેમો, તળાવો છલકાઈ ગયા હતાં. હાલમાં તમામ ડેમો અડધાથી વધુ ભાગના ભરેલા છે. ત્યારે જામનગર શહેરના પાણી પુરૃ પાડતા તળાવો, ડેમો ભરેલા છે. માત્ર રણજીત સાગર ડેમમાં જ સમ્ટેમ્બર માસ સુધી ચાલે તેટલું પાણી છે. છતાં શહેરમાં પાણી વિતરણમાં ઠાગાઠૈયા અને ભેદભાવ ભરી નીતિના કારણે અમુક વિસ્તારોમાં પાણી ન મળતું હોવાની ફરીયાદો ઉઠી હતી. આ બાબતે કલેકટરને રજુઆત પણ કરવામાં આવી હતી.

જામનગર શહેરને માત્ર ત્રણ ડેમમાંથી મહંદ અંશે પીવાનું પાણી મળે છે. ઉપરાંત નર્મદાનીર પણ મળે છે. શહેરને દૈનિક ૧૦૦ મીલીયન લીટર ડેન્સીટી એટલે કે અંદાજે ૧ કરોડ લીટર પાણીની જરૃર પડે છે. જે પુરી કરવા મહાનપાલિકાના શહેરના અને ફિલ્ડના વાલ્વમેનથી માંડીને કાર્યપાલક ઈજનેર સુધીનો સ્ટાફ ખડેપગે રહે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ રણજીત સાગરમાં ર૦.૩ ફુટ તથા સસોઈમાં ૧ર.૩ ફુટ અને ઉંડમાં ૧૪ઉ૧૭ ફુટ પાણીની સપાટી છે. મોટા ભાગે જામનગર શહેરને આ ત્રણ ડેમો જ પીવાનું પાણી પુરૃ પાડે છે. જેથી આ ત્રણેય ડેમની અંદાજે પ૦૦ થી વધુ એમ.સી.એફ.ટી (ઘનફુટ) પાણીનો જથ્થો ગણી શકાય જે આગામી ૪ માસ માટે પર્યાપ્ત ગણાય.

જામનગર શહેર માટે મ્યુ.તંત્ર રણજીત સાગરમાંથી ૩પ એમ.એલ.ડી સસોઈમાંથી ૧૦ એમ.એલ.ડી ઉંડમાંથી રપ એમ.એલ.ડી અને નર્મદાની લાઈનમાંથી રપ એમએલડી મળી કૃલ ૯પ એમએલડી જેટલું પાણી મેળવે છે.

આમ સરવાળે જામનગર વાસીઓને ઉનાળામાં પીવાના પાણીની તંગી સર્જાશે નહી. આમ જોતા જામનગર વાસીઓને આ ઉનાળામાં પીવાના પાણી માટે તંગી ભોગવવી પડશે. જામનગરને પીવાનું પાણી પુરૃ પાડતાં મુખ્ય ત્રણ ડેમો હાલ ૭૦ થી ૮૦ ટકા જેટલા ભરેલા છે.

પરંતુ જામનગર મહાનપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા સાવ ખાડે ગઈ હોય તેમ શહેરમાં પુરતા પ્રમાણમાં પાણીનું વિતરણ કરવામાં આવતું નથી. જેથી શહેરના અમુક વિસ્તારના લોકોને પાણી ન મળતું હોવાથી હાલમાં પણ દુષ્કાળ જેવી પરિસ્થિતી જોવા મળે છે.

જે અંગે તાજેતરમાં જ શહેરના એક વિસ્તારની મહિલાઓ કલેકટર કચેરી ખાતે બેડા સાથે પહોચી હતી. અને પીવાનું પાણી આપવા ઉગ્ર માંગણી કરી હતી. તો વળી જામપા તંત્રના સતાધિશો દ્વારા લોકોમાં ભેદભાવ રાખે છે. અમુક વિસ્તારમાંથી સતાધિશોને મત ન મળતા હોવાથી તે વિસ્તારમાં કોઈ જાતના કામ કરવામાં આવતા નથી. જેથી તેમણે આવી પરિસ્થિતિથી હાલાકી ભોગવવી પડે છે અને સતાધિશોને જે વિસ્તારમાંથી મત મળે છે. તે વિસ્તારના કામ થાય છે. આ તે કેવો વિકાસ...?

DP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %

Immerse in thrilling casino rewards.

usa online real money slots