લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે જામનગર લોકસભાની ચૂંટણીમાં ભારે ગરમાવો આવ્યો છે. અને સિક્કાનગર પાલિકાના નવ સભ્યો એકિ સાથે ભાજપમાં જોડાતાં કોગ્રેંસમાં ભુંકપ સર્જાયો છે. જે અંગે કોગ્રેસીઓને મોડી મોડી જાણ થતાં મનાવવા દોડયા હતાં. પરંતુ હાથમાંથી બાજી છટકી ગઈ છે.
લોકસભાની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી છે. ત્યારે જામનગર લોકસભાની ચૂંટણીમાં ભારે ગરમાવો આવ્યો છે અને ગત મોડીરાત્રીના જામનગરના સિક્કાનગર પાલિકાના કાંેગ્રેસી કોર્પોેરેટરોને મનાવવા માટે બેઠક મળી હતી. પરંતુ ભાજપને સફળતા મળી ન હતી. બાદમાં સવારે ફરી બેઠક મળી હતી અને કોંગ્રેસના નવ કોર્પોરેટરોને મનાવી લીધા હતાં. અને નવ કોર્પોરેટરોએ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ભુકંપ સર્જાયો છે. જે અંગેની કોંગ્રેસી કાર્યકર્તાઓ અને આગેવાનોને મોડી - મોડી જાણ થતાં ઘાંઘા - વાંઘા થયા હતાં. અને કોંગ્રેસી કોર્પોેરેટરોને મનાવવા દોડયા હતાં. પરંતુ હાથમાંથી બાજી છટકી ગઈ હતી.
ભાજપએ મોટી બાજી મારી લીધી છે. આ સમાચાર હાલાર પંથકમાં વાયુવેગે પ્રસરી જતાં રાજકિય વર્તુળમાં ભારે ગરમાવો આવ્યો છે.
DP
Reader's Feedback: