Home» Gujarat» Saurashtra Kutch» Schools without playground in jamnagar

જામનગરમાં ૧ એકર એરિયાના નિયમનો ભંગ

જીજીએન ટીમ દ્વારા | April 24, 2014, 12:27 PM IST
schools without playground in jamnagar

ફાઇલ

જામનગર :

જામનગર શહેરમાં નવી બનાવવામાં આવેલી ખાનગી શાળાઓમાં એક એકર એરિયાના નિયમના ભંગ થતા હોવાથી અને આ અંગે વારંવાર ફરિયાદો ઉઠતી હોય છે, જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા જે શાળાઓમાં રમત-ગમતના મેદાન નથી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, વારંવાર બદલાતા પરિપત્રો અને સ્થાનિક તંત્રની ઉદાસીનતાના કારણે આવી તપાસ આગળ જઇને અટકી જાય છે.

જામનગરમાં ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાયનાન્સ મળીને નેવું જેટલી ખાનગી શાળાઓ છે. જેમાંથી ૭૦ ટકા એટલે કે ૬૦ થી વધુ શાળાઓમાં રમત-ગમતના મેદાન પણ નથી, તેમજ મંજુરી વખતે જે તે ગ્રાઉન્ડ કે ભાડાની જગ્યાઓવાળા મેદાન દર્શાવ્યા હોય પરંતુ ત્યારબાદ ખરેખર મેદાન વસાવ્યું ન હોય, વળી, આવી બાંહેધરીઓ પણ આપ્યા પછી એ દિશા ઠોસ કામગીરી થઇ હોતી નથી. તેમજ અમુક શાળા ઓએ ભાડાના મકાનમાંથી પોતાના મકાન બનાવવાની કામગીરી શરૂ કરી હોય તેવું બને, આવા અનેક મુદાઓ હોઇ આ અંગેની તપાસ અને રિપોર્ટ કામગીરી ચાલુ હોવાનું નિરીક્ષક ભુવાએ જણાવ્યું છે.

નવા નિયમ મુજબ એક એકરની જગ્યામાં જ હાઇસ્કૂલ બાંધકામ કરવાનું હોય છે. પરંતુ જામનગર શહેરમાં તે મુજબ થતુ ન હોઇ નિયમના ભંગ કરવામાં આવ્યા હોઇ, તે અંગે શો-કોઝ નોટીસ ફટકારવામાં આવશે તે પહેલા મંજૂરીની જે તે વખતની શરતો પણ ચેક કરવામાં આવશે તેમ પણ નિરીક્ષકે ઉમેર્યું છે.

ખાસ કરીને જૂની મંજૂરી વખતે જે -તે પરીપત્ર અમલમાં હોય બાદમાં રદ થયા હોય કે નવા પ્રકારની શરતો અમલમાં આવી હોઇ તે અંગે એકધારી કામગીરી થતી નથી તેવું પણ તેમણે સ્વીકાર્યું છે. નિયમો, પરિપત્રો અને ઇન્સપેકશન વખતની ખામી જે હોય તે પરંતુ શહેરની મોટાભાગની એટલે કે ૯૦માંથી ૬૦ શાળાઓ પાસે રમત-ગમતના મેદા નથી તે વાસ્તવીકતા છે. તંત્ર ભલે થોડો સમય ગાજતુ રહેશે પરંતુ બાળકો માટેની સગવડતા અંગે ઠોસ કામ થશે કે નહીં તે સવાલ છે.

મેદાન વગરની શાળાને શો-કોઝ : ડીઇઓ

જામનગરની જે શાળાઓમાં રમત-ગમતના મેદાન નથી તેમને શો-કોઝ નોટીસ ફટકારીને મેદાન નથી તે અંગે ખુલાસો માંગીને બાદમાં મેદાનની વ્યવસ્થા કરવા ફરજ પડાશે તેમ જણાવી ડીઇઓ સગારકાએ ઉમેર્યું છે કે, હાલ શહેરની ૯૦ સેલ્ફ ફાયનાન્સ (ખાનગી) શાળાઓ છે તેના અહેવાલ મંગાવાયા છે અને મંજૂરી વખતની શરતો ચકાસાઇ રહી છે. આ કામગીરી ચૂંટણી પ્રક્રિયાઓ પુરી થયા બાદ વધુ વેગવંતી થઇ શકે છે. જો કે, મોટાભાગની શાળાઓમાં મેદાનની પુરતી સગવડતા નથી તે વાત સાચી છે.

સામાન્ય રીતે તારૂણ્ય એ તરવરાટ ભર્યો ઉમરનો ગાળો છે. ત્યારે બાળકોને રમવું, ધીંગા-મસ્તી કરવી, હીંચકવું, તરવું, વૃક્ષો ઉપર ચઢવું, વિવિધ ગમ્મત કરવી તે અત્યંત ગમતુ હોય છે તે બધાની વચ્ચે ક્રિકેટ રમવું એ લગભગ સામાન્ય બની ગયું છે. ત્યારે બાળકોએ રમવા માટે કયા જવું એ પ્રશ્ન ઉઠયો છે.

જામનગર શહેરમાં જોઇએ તો બાળકો ક્રિકેટ રમવા માટે જાહેર માર્ગો ઉપર, કચેરીઓના ગ્રાઉન્ડ, કે ખાનગી પ્લોટ પસંદ કરે છે. કેમ કે, ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડ ઉપર તો છેલ્લા એક વર્ષથી કામ ચાલુ છે અને સાઇડમાં પ્રેકટીસની જગ્યા છે તે થોડી છે, તળાવની પાળ ઉપર ખડપીઠનું મેદાન તો બ્યુટીફિકેશનમાં જતું રહયું, શરૂ સેકશન રોડ ઉપરની સરકારી જગ્યાઓ જે ખુલ્લી પડી હતી. ત્યાં બાંધકામ થઇ ગયા પ્રદર્શન ગ્રાઉન્ડમાં વારંવાર સેલ અને પ્રોગ્રામો હોય છે અને એકંદર શહેરના અન્ય ખાનગી કે જાહેર પ્લોટ, ખુણીયા, જગ્યાઓમાં બાંધકામ થવા લાગ્યા છે તો મોટી સંખ્યામાં બાળકોને રમવા માટે કયાં જવું તે પ્રશ્ન હોય છે. ઉપરથી શાળા-કોલેજોના મેદાનો પણ કહેવા પુરતા રહયા છે.

ત્યારે શહેરમાં ઠેર-ઠેર બાળકો તસવીરમાં દેખાવ છે તેમ સાયકલીંગ કરવા માટે નીકળી પડે છે અને જયાં કોઇ મોટા મંદિરોની આજુબાજુ જગ્યાઓ દેખાય ત્યાં વળી મસ્તીએ ચઢતા હોય છે અને સાયકલથી કરતબ કરે છે, તો વળી લાલબંગલાના સરકારી કચેરીઓના મેદાનમાં ક્રિકેટ રમવા લાગે છે. જયાં બાળકો પોતાની રીતે પીચ નકકી કરે છે. આવી તો જુદી-જુદી અનેક ટીમો આડી, ઉભી પીચ નકકી કરતા હોય છે અને જાણે મેળાવડો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.જો કે, આવા સરકારી કચેરીના મેદાનમાં તો રજાના દિવસે રમવા મળે, બાકીના દિવસોનું શું ? એવો પ્રશ્ન પ્રબુધ્ધ શહેરીજનોમાં જોરશોરથી ઉઠયો છે. શિક્ષણ તંત્ર આ બાબતે શું પગલાં ભરશે તેના પર મીટ મંડાઇ છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.96 %
નાં. હારી જશે. 18.59 %
કહીં ન શકાય. 0.45 %