
જામનગર પાસેના જામખંભાળિયામાંથી શનિવારે ડીઆરઆઇએ દાણચોરીનું સોનુ ઝડપી લીધા બાદ ગઈકાલે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. કેમ કે, હજુ માત્ર કેરિયર સુધી જ પહોંચ્યા હોવાનું અનુમાન છે. કેમ કે, લીંક મળી નથી. જો કે બાતમી હતી તેટલું સોનુ મળી ગયું છે. દરમિયાન દાણચોરીના સોના સાથે ઝડપાયેલા રીક્ષાચાલક હાસમ રૂંજાને જામનગરની જયુડીશીયલ ર્કોટમાં રજૂ કરાયા બાદ જેલ હવાલે કરાયેલ અને હજુ ચોકકસ શખ્સ સહિતનાઓથી આગવી ઢબે પૂછપરછ ચલી રહી છે.
ડાયરેકટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સએ મહીનામાં સક્રિયતા દર્શાવીને ઠોસ બાતમીના આધારે કચ્છ અને ચોટીલા પાસેથી દાણચોરીનું સોનું ઝડપી લીધું હતું. જેમાં ઝીંકના કન્ટેનરમાંથી રૂા.૩.૬૦ કરોડની કિંમતનું ૧૨ કિલો સોનુ ગેરકાયદેસર ઘુસાડેલું મળ્યું હતું અને ચોટીલા પાસેથી રૂા.૧૪.૧૪ કરોડની કિંમતનું ૪૭ કિલો સોનુ મળી આવ્યું હતું. સ્ક્રેપના કન્ટેનરમાં સોનુ ઘુસાડાતુ હોવાની પાકી બાતમી હતી અને ત્રણ કન્ટેનર નીકળી ગયા પછી ચોથુ કન્સાઇનમેન્ટ પકડાયું હોવાનું પણ જાણવા મળ્યું હતું.
દરમિયાન આ ગેરકાયદેસર સોનાની ઘુસણખોરીનું પગેરૂ ખંભાળિયા સુધી હોવાનું જાણવા મળતા જામનગર ડીઆરઆઇ ગત સપ્ત ાહમાં ખંભાળિયાના ભઠ્ઠી ચોક, પોરબંદર રોડ અને રામવાડી વિસ્તાર તથા સલાયા ચોક વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી.
જેમાંથી ગરીબ નવાઝ સોસાયટીમાંથી રીક્ષાચાલક હાસમ મામદ રૂંજાને ત્યાંથી ૧૦૦-૧૦૦ ગ્રામના ૮૪ બીસ્કીટ મળીને ૮ કિલો ૪૦૦ ગ્રામ સોનુ દાણચોરીનું મળી આવ્યું હતું તે જપ્ત કરાયું હતું.ત્યારબાદ સલાયા ગેઇટ, પોરબંદર રોડ સહિતના વિસ્તારોમાં હજુ તપાસ ચાલુ છે તથા શંકાસ્પદ એવા ચારેક શખ્શોની અટક કરવામાં આવી હતી તથા નિવેદન પણ લેવાયા હતા અને સામાન્ય કેરીયર જ હજુ હાથ લાગ્યા છે પરંતુ લીંક મળી ન હોવાથી આ સર્ચ ચાલુ રહયાનું જાણવા મળ્યું હતું. ખંભાળિયાના એક મોટા ગૃપના ચોકકસ શખ્સને સેન્ટ્રલ એજન્સી આગવી ઢબે પૂછપરછ કરવા માટે અજ્ઞાન સ્થળે લઇ ગયાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રીક્ષાચાલક હાસમ પાસેથી મળેલી વિગતના આધારે વધુ એક કેરિયરની ભાળ મળી છે અને તે શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન હાસમને જેલ હવાલે કરાયો છે.
AI/DP
Reader's Feedback: