
દેશના ત્રણ રાજયમા મુખ્ય ચૂંટણી નિરીક્ષક તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલમા સુરત લોકસભા બેઠક માટે નિમાયેલા મુખ્ય નીરીક્ષક એલ.બી. દેશમુખ સ્થાનીક તંત્ર દ્રારા પંચના આદેશ મુજબ કરેલી કામગીરીથી ખુશ થયા હતા. છેલ્લા એક સપ્તાહથી તેઓ સુરતમા છે પરતુ તેમને એક પણ ફરીયાદ મળી નથી. સુરતના તમામ મતદારોને તંત્ર દ્રારા ફોટો ઓળખ કાર્ડ આપી દેવાની કામગીરી સાથે તેમને કલેકટના ભરપુર પેટે વખાણ કર્યા હતા.
દેશમાં ચારેતરફ ચૂંટણીપ્રચારના પડઘમ વાગી રહ્યા છે. ગુજરાતમાં ૩૦મી એપ્રિલે યોજાનારા મતદાન પહેલાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સુરત સંસદીય બેઠક માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓથી ઇલેક્શન ઓબ્ઝર્વર પૂરેપૂરા સંતુષ્ટ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે થયેલી ચર્ચા દરમિયાન જનરલ ઓબ્ઝર્વર એલ.બી.દેશમુખ દ્વારા જણાવાયું કે, અન્ય ઠેકાણે વોટિંગ કાર્ડ, મતદારયાદીમાં નામ, વિસ્તારમાં ફેરફાર સહિતના અનેક પ્રશ્નો ચૂંટણી નિરીક્ષક સમક્ષ આવતા હોય છે. ઓબ્ઝર્વર સમક્ષ રજૂ થતા આ પ્રકારના પ્રશ્નો પૈકી સુરત બેઠક ઉપર હજી સુધી એકપણ ફરિયાદ મળી નથી.
નિરીક્ષક દેશમુખે ઉમેર્યું કે, સુરતમાં ૧૦૦ ટકા એપિક કાર્ડની થયેલી કામગીરી રિમાર્કેબલ છે. સુરતમાં ક્રાઇમરેટ ઓછો છે. અહીં ચૂંટણીલક્ષી કર્મચારીઓને ટ્રેનિંગ પણ ખૂબ સારી રીતે આપવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહથી સુરત હોઇ અલગ અલગ ત્રણથી ચાર રાઉન્ડ આ લોકસભા મતવિસ્તારના લેવાયા છે. આ દરમિયાન પણ કોઇ નોંધનીય બાબત ધ્યાને આવી નથી. પાછલાં વર્ષોમાં પોતે આગ્રા, રાજસ્થાનના અન્ય ભાગો અને યુ.પી.માં ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરી ચૂક્યા હોઇ તેની તુલનાએ સુરત બેસ્ટ પર્ર્ફોમિંગ સિટી છે.
DP
Reader's Feedback: