
આગામી લોકસભાની ચૂંટણીમા એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે પંચ દ્રારા તમામ પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. ચૂંટણીમા સુરત શહેરમા ફરજ બજાવનારા પાંચ હજાર પોલીસ કર્મચારીઓ માટે આગામી તા 21 તથા 22 રોજ ખાસ મતદાન કરવા માટેનું આયોજન કરવામા આવ્યુ છે. આ પોલીસ જવાનો પોસ્ટલ બેલેટ પેપરની મદદથી મતદાન કરશે..
આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન ટકાવારી વધે તે માટે પંચ દ્રારા તંમામ પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. મતદાનની ટકાવારી વધે તે માટે પંચ દ્રારા મતદાનના સમયમાં બે કલાકનો વધારો કર્યો છે. દર વખતે ચૂંટણીની કામગીરી કરનાર કર્મચારીઓ મતદાનથી દુર રહે છે. કારણ કે તેમને મતદાન કરવા માટેની પધ્ધતી ખુબ જ જટીલ હોવાના કારણે તેઓ મતદાન કરતા ન હતા. પરંતુ હવે પંચ દ્રારા ચૂંટણીની કામગીરી કરનારા તમામ કર્મચારીઓ સાથે પોલીસ પણ મતદાન કરી શકે તે માટેનું સરળ આયોજન કર્યુ છે.
ચૂંટણીની કામગીરી કરનારા કર્મચારીઓ મતદાનના થોડા દિવસ અગાઉ જ બેલેટ પેપરના આધારે મતદાન કરે તે માટેનુ પંચ દ્રારા આયોજન કરવામા આવ્યુ છે. અગાઉ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ પધ્ધતી કર્મચારીઓનુ મતદાન કરવા આવ્યુ હતુ. જેમા મોટી સખ્યામા કર્મચારીઓ દ્રારા મતદાન કરવામા આવ્યુ હતુ.
સુરત શહેરમા તા 30 મી ના રોજ મતદાનના દિવસે 5 હજારથી પણ વધુ પોલીસ જવાનો ફરજ બજાવવાના છે. આ તમામ પોલીસ જવાનો મતદારથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્રારા તેમનુ મતદાનનું આયોજન કરવામા આવ્યુ છે.
DP
Reader's Feedback: