Home» Gujarat» Saurashtra Kutch» Voters incresed in assembly seat

ખંભાળિયાની બેઠક પર સૌથી વધુ મતદારો

જીજીએન ટીમ દ્રારા | January 03, 2014, 01:11 PM IST
voters incresed in assembly seat

જામનગર :

હાલારમાં બન્ને જિલ્લાઓમાં કુલ 1440402  મતદારો નોંધાયા છે. જેમાં જામનગર જિલ્લામાં 968768 જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 471634 મતદારો નોંધાયા છે. જેમાં ખંભાળિયા વિધાનસભા બેઠક સૌથી વધુ 238102  મતદારો સાથે પ્રથમ ક્રમે છે. જયારે દ્વારકા વિધાનસભા બેઠક પર 233532  કાલાવડમાં 203459  જામનગર ગ્રામ્યમાં 199167  જામનગર ઉતરમાં 190262  જામનગર દક્ષિણમાં 187841  અને જામજોધપુર વિધાનસભા બેઠક પર 188039 કુલ મતદારો નોંધાયા છે.

 

મતદાર યાદીની ખાસ ઝુંબેશ શરૂ થશે


જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2014 અંતર્ગત આગામી તા.11-1-14  થી 20-1  દરમિયાન મતદાર યાદીની ખાસ ઝુંબેશ શરૂ થનાર છે. આ સમય દરમિયાન દરેક બીએલઓ (બુથ લેવલ ઓફીસર) પોતાના વિસ્તારની મુલાકાત લઇ લાયક નાગરિકોના નામ મતદાર યાદીમાં નોંધાવવાના રહી ગયેલા હોય તેઓના ફોર્મ-6 ભરાવવાની કાર્યવાહી કરશે. દરેક બીએલઓ લગત મતદાન મથકો પર તા.19-1 ના રવિવારના સવારે 10 થી 1  વાગ્યા સુધી ફોર્મ -6 સ્વીકારવાની કાર્યવાહી કરશે. તેમજ આ ઝુંબેશ દરમિયાન મતદાર સહાયતા કેન્દ્રો અને ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી પણ નાગરિકો ફોર્મ મેળવી શકશે.

 

AI/RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.74 %
નાં. હારી જશે. 18.75 %
કહીં ન શકાય. 0.51 %