
હાલારમાં બન્ને જિલ્લાઓમાં કુલ 1440402 મતદારો નોંધાયા છે. જેમાં જામનગર જિલ્લામાં 968768 જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 471634 મતદારો નોંધાયા છે. જેમાં ખંભાળિયા વિધાનસભા બેઠક સૌથી વધુ 238102 મતદારો સાથે પ્રથમ ક્રમે છે. જયારે દ્વારકા વિધાનસભા બેઠક પર 233532 કાલાવડમાં 203459 જામનગર ગ્રામ્યમાં 199167 જામનગર ઉતરમાં 190262 જામનગર દક્ષિણમાં 187841 અને જામજોધપુર વિધાનસભા બેઠક પર 188039 કુલ મતદારો નોંધાયા છે.
મતદાર યાદીની ખાસ ઝુંબેશ શરૂ થશે
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2014 અંતર્ગત આગામી તા.11-1-14 થી 20-1 દરમિયાન મતદાર યાદીની ખાસ ઝુંબેશ શરૂ થનાર છે. આ સમય દરમિયાન દરેક બીએલઓ (બુથ લેવલ ઓફીસર) પોતાના વિસ્તારની મુલાકાત લઇ લાયક નાગરિકોના નામ મતદાર યાદીમાં નોંધાવવાના રહી ગયેલા હોય તેઓના ફોર્મ-6 ભરાવવાની કાર્યવાહી કરશે. દરેક બીએલઓ લગત મતદાન મથકો પર તા.19-1 ના રવિવારના સવારે 10 થી 1 વાગ્યા સુધી ફોર્મ -6 સ્વીકારવાની કાર્યવાહી કરશે. તેમજ આ ઝુંબેશ દરમિયાન મતદાર સહાયતા કેન્દ્રો અને ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી પણ નાગરિકો ફોર્મ મેળવી શકશે.
AI/RP
Reader's Feedback: