Home» Travel -Tourism» Adventure Tourism» Visit manali the abode of manu calling you

મનાલી - મનુઋષિનું આ ઘર બોલાવે છે તમને

જીજીએનટીમ દ્વારા | January 18, 2014, 06:19 PM IST

અમદાવાદ :

મનાલી, એ ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલ બિયાસ નદીના ખીણ પ્રદેશમાં કુલ્લુ ના ખીણની ઉત્તરમાં આવેલ એક હવાખાવાનું સ્થળ છે. જેની ઊંચાઈ. ૧,૯૫૦ મી અથવા ૬,૩૯૮ ફૂટ છે. રાજ્યની રાજધાની સિમલાથી ઉત્તરે આ શહેર ૨૫૦ કિમી દૂર આવેલું છે.

 

મનાલી એ વહીવટી રીતે કુલ્લુ જિલ્લાનો ભાગ છે. તેની વસતિ અંદાજે ૩૦,૦૦૦ જેટલી છે. આ શહેર લડાખ સુધી જતા પ્રાચીન વ્યાપાર માર્ગનું શરૂઆતી શહેર હતું. આ વ્યાપાર માર્ગ આગળ જઈ કારાકોરમ ઘાટ, યરકંદ અને ખોતન થઈ તારીમના મેદાનોને જઈ મળતો.

 

ભારતીય સંસ્કૃતિમાં મનાલીનું એક આગવું મહત્ત્વ મનાય છે. કહેવાય છે મનાલી ક્ષેત્ર સપ્ત ઋષિ (સપ્તર્ષિ)ઓનું નિવાસ સ્થળ હતું

 

વસતી
મનાલી એ એક પંચરંગી પ્રજા ધરાવતું શહેર છે. ભારતના વિવિધ ભાગોમાંથી આવીને લોકો સ્થાયી થયાં છે
મનાલીનું નામ હિંદુ બ્રાહ્મણ મનુ (મનુ સ્મૃતિ) પરથી આવેલું છે. મનાલીનો શાબ્દિક અર્થ થાય છે "મનુનું ઘર". એવી લોકવાયકા છે કે વિશ્વમાં આવેલ મહા પુર અને વિનાહશ પછી માનવ વંશના પુનઃ સ્થાપન માટે તેમના વાહન માંથી અહીં ઉતર્યા. હિમાચલ પ્રદેશનું કુલ્લુ ક્ષેત્ર ભગવનની વેલી તરીકે ઓળખાય છે. જુના મનાલીમાં સાધુ મનુને સમર્પિત એક પ્રાચીન મંદિર આવેલું છે.

 

પર્યટન


મનાલી એક લોકપ્રિય હિમાલયનુ પ્રવાસી સ્થળ છે. હિમાછલ પ્રદેશમાં આવતા પા ભાગના પ્રવાસીઓ મનાલી માં જ આવે છે. ગરમ ભારતીય ઉનાળાથી વિપરીત મનાલી એક ઠંડુ વાતાવરણ અર્પે છે.

 

સ્કીઈઁગ, હાઈકીઁગ,પર્વતારોહણ,પૅરાગ્લાઈડીઁગ, તરાપાવિહાર (રાફ્ટીંગ), કાયાકીંગ અને માઉન્ટન બાઈકીંગ જેવા સાહસીક રમતો માટે મનાલી જાણીતું છે. યાલ સ્કીઈંગ એ આ ક્ષેત્રનો અનોખો ખેલ છે.

 

ટાઈમ માસિકના "બેસ્ટ ઑફ એશિયા" શ્રેણીમાં " એક્સટ્રીમ યાક સ્પોર્ટસ" ને લઈને મનાલીનું નામ પ્રસિદ્ધ થયું હતું. મનાલીમાં ગરમ પાણીના ઝરા, ધાર્મિક મ^દિર અને તિબેટિયન બૌદ્ધ મઠો પણ આવેલા છે.

 

છેલ્લાં અમુક વર્ષોથી મનાલી હનીમુન સ્થળ તરીકે યુગલોમાં ખૂબ પ્રછલિત બન્યું છે. આંકડાઓ બતાવે છે કે સિઝન દરમ્યાન (મે, જૂન, ડિસેમ્બર, જાન્યૂઆરી)લગભગ દરરોજ ૫૫૦ યુગલો મનાલી પહોંચે છે અને અન્ય સમયે દરરોજ ૩૫૦ યુગલો અહીં આવે છે.

 

મનાલી તેના ચમકતા ગોમ્પા કે બૌદ્ધ મઠો માટે જાણીતું છે. સમગ્ર કુલ્લુ ખીણમાં તિબેટી શરણાર્થીઓની સૌથી વધુ વસતિ આવેલ છે. ૧૯૬૯માં બંધાયેલ અહીં નું ગાધન થેકછોક્લીંગ ગોમ્પા ખુબ પ્રસિદ્ધ છે. આ મઠનું સંચાલન દાન અને મઠની કાર્યશાળામાં વણાતા હાથ વણાટના કાલીનના વેચાણ દ્વારા કરવામાં આવે છે. સૂર્યમુખી શોભીત એવા બાગમાં બજારની પાસે એક ન્યીન્ગમ્પા નામે એક અર્વાચીન મઠ આવેલો છે.

 

અન્ય પ્રવાસી સ્થળો


નગ્ગાર કિલ્લો :  મનાલીની દક્ષિણે આવેલો આ કિલ્લો પાલા શાસકોનો અવશેષ છે. ખડકો પથ્થરો અને વિશાળ લાકડાની કોતરણી માંથી બનેલો આ કિલ્લો હિમાચલના કલા ઇતિહાસનો પરચો આપે છે. આ કિલ્લને હોટેલમાં ફેરવી દેવાયો જે હવે હિમાચલ પ્રવાસ નિગમ હેઠળ છે.

 

હિડમ્બા દેવી મંદિર : ૧૫૫૩માં સ્થાપિત આ મમ્દિઅર્ સ્થાનીય દેવી હિડમ્બાને સમર્પિત છે જે પાંડવ ભાઈ ભીમના પત્ની પણ હતાં. આ મંદિર તેના ચાર ભાગીય પેગોડા અને મહીમ કાષ્ઠ કારીગિરી માટે પ્રસિદ્ધ છે.


રાહલા ધોધ :  મનાલીથી  ૨૭ કિમી દૂર રોહતાંગ ઘાટની શરૂ આતમાં આ ધોધ આવેલા છે. આ ધોધ સમુદ્ર સપાટીથી ૨૫૦૧ મી. ની ઊંચાઈ પર આવેલો છે.

 

સોલાંગ ખીણ : આ સ્થળ સ્નો પોઈંટ તરીકે પ્રસિદ્ધ છે. આ સ્થળ મનાલીની ૧૩ કિમી ઉત્તર પશ્ચિમે આવેલો છે. બિયાસ નદી ના કિનારે અને દરિયા થી ૮૫૦૦ ફીટ ઉપર આવેલું આ સ્થળ ખુબજ રમણીય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બે મહિના સોલંગ વેલી ની મુલાકાત માટે નો ઉત્તમ સમય છે જયારે ત્યાં વિવિધ એકટીવીટી થાય છે. આ સ્થળ પર “સ્કાય સ્કુલ ઓફ મનાલી” આવેલી છે.

 

મનીકારણ :  પાર્વતી નદી નકીલ કુલ્લુથી મનાલીના રસ્તે કુલ્લુથી ૪૫ કિમી દૂર આ સ્થળ તેના ગરમ પાણીના ઝરા (hot spring) માટે પ્રસિદ્ધ છે.

 

રોહતાંગ પાસ :  મનાલીથી ૫૦  કિમી દૂર અને સમુદ્ર સપાટી થી ૧૩૦૫૪ ફૂટ ની ઉચાઇ એ આવેલું સ્થળ ટ્રેકિંગ માટે જાણીતું છે.  આ સ્થળ સૌથી પ્રસિદ્ધ બરફ સ્થળ છે. પરંતુ શિયાળામાં તે બંધ કરી દેવાય છે. જુન થી સપ્ટેમ્બર દરમ્યાન બરફ પીગળી ગયેલો હોવાથી, અહીના રસ્તાઓ પરથી પસાર થવુ સરળ રહે છે. માટે આ ગાળા દરમ્યાન સહેલાણીઓ ની ભીડ જામે છે. વળી ટ્રેકિંગ કરી છેક ઉપર પહોચો ત્યારે ઉપર ના સપાટ મેદાન વચ્ચે આવેલું ભૃગુ લેક અને પર્વતમાળા થી ઘેરાયેલ આ જગ્યા નો અદભૂત નજરો જોવા મળે છે.

 

આબોહવા – સમયગાળો જયારે ત્યાં ફરવા જવાની મજા આવશે


સામાન્ય રીતે વર્ષ દરમ્યાન ક્યારેય પણ મનાલી જઈ શકાય. શિયાળા દરમ્યાન અહીનુ વાતાવરણ અત્યંત ઠંડુ હોય છે જયારે ભારે ગરમ કપડા અત્યંત જરૂરી છે, અને ઉનાળા દરમ્યાન હલકું ઠંડુ હોય છે જયારે હળવા ગરમ કપડા પૂરતા છે. સમગ્ર વર્ષ દરમ્યાન તાપમાન ૪ સે થી ૩૦ સે ની વચ્ચે રહે છે. ઉનાળા દરમ્યાન સરાસરી તાપમાન ૧૪ અને ૨૦ અંશ વચ્ચે રહે છે. શિયાળામાં આ તાપમાન -૭ થી ૧૦ અંશ વચ્ચે રહે છે.

 

માસિક વર્ષા નવેમ્બરમાં ૨૪ મિમી થી લઈ જુલાઈમાં ૪૧૫ મિમી વચ્ચે રહે છે. લગભગ ૪૫ મિમી જેટલો વરસાદ શિયાળા અને વસંત ઋતુમાં પડે છે. ઉનાળો અને ચોમાસમાં તે ૧૧૫ મિમી જેટલો થઈ જાય છે. વાર્ષીક સરાસરી વરસાદ ૧૫૨૦મિમી જેટલો પડે છે. આ ક્ષેત્રમાંબરફ મોટે ભાગે ડિસેમ્બરમાં પડે છે, છેલ્લા ૧૫ વર્ષ્હોથી આમાં મોડું થાય છે અને જાન્યુસારી કે ફેબ્રુઆરીમાં બરફ પડે છે.

 

રહેવા માટે ની સગવડ :
મનાલી મા લક્શુરિઅસ હોટેલ્સ, હિલ રીઝોર્ટ અને લઘુત્તમ ભાડા ની છે હોટેલ્સ , જે ફેમીલી સાથે રહેવાની સગવડ ની સાથે મનાલી ની ટુર કે હનીમુન ટુર માટે વાહનવ્યવહાર ની સગવડ પણ કરી આપે છે.કેવી રીતે પહોચશો મનાલી :


* મનાલી એ દીલ્હીથી લેહ સુધી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ ૧ (NH 1) પર આવેલું છે. કહેવાય છે કે આ માર્ગ વિશ્વનો સૌથી ઊંચો વાહન માર્ગ છે. નવી દીલ્હીથી મનાલી સુધી આવતાં માર્ગમાં હરિયાણાના પાણીપત, અંબાલા, કેંદ્રશાસિત પ્રદેશ ચંદીગઢ, પંજાબના રોપર અને હિમાચલ પ્રદેશના બિલાસપુર , સુંદરનગર અને મંડી જેવા શહેરો આવે છે.


* મનાલી રેલ્વે દ્વારા સરળતાથી પહોંચી શકાતું નથી. સૌથી નજીકનું બ્રોડ ગેજ સ્ટેશન ચંદિગઢ ૩૧૫ કિમી , પઠાણકોટ ૩૨૫ કિમી અને કાલ્કા ૩૧૦ કિમી દૂર આવેલા છે. નજીકનું નેરો ગેજ રેલ્વે સ્ટેશન  જોગિન્દર નગર ૧૩૫ કિમી દૂર આવેલું છે.


* સૌથી નજીકનું હવાઈ મથક ભુન્તર ૫૨  કિમી દૂર આવેલું છે.

NP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %