કચ્છના રણમાં ‘રન ફોર રણ’ ના આયોજન સાથે સૌ પ્રથમવાર ભારતમાં અલટ્રા ગેઇલ રનિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આખા વિશ્વના 98 જેટલા દોડવીરો ભાગ લેશે. ધોળાવીરામાં દોડવીરો માટે 101 કિલોમીટરનો રનિંગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે.
ધોળાવીરામાં વિશ્વભરમાંથી આવનારા દોડવીરો આ રણ વિશે માહિતી મેળવી શકશે. દોડવીરો માટે 101 કિલોમીટરના ટ્રેકની સાથે 30 કલાક, 42 કિલોમીટર માટે 12 કલાક અને 21 કિલોમીટર માટે 6 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
અલ્ટ્રા ટ્રેઇલ રનિંગ સ્પર્ધામાં 90 પુરૂષો અને 8 સ્ત્રીઓ ભાગ લઈ રહી છે. આ ઉપરાંત બીએસએફ, ઇન્ડિયન આર્મી, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, અર્ધ સૈનિકદળના જવાનો પણ આ ઇવેન્ટમાં ભાગ લેશે. પ્રવાસનને વેગ આપવા તેમજ લોકોને રણની સંસ્કૃત્તિથી પરિચિત કરવા આ ખૂબ સારી ઇવેન્ટ બની રહેશે.
આ કાર્યક્રમની જાહેરાત કરતા પ્રવાસન મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, કચ્છના રણમાં યોજાનારી આ ભારતની પ્રથમ અને અનોખી રેસ બની રહેશે.
MP/RP
Reader's Feedback: