અમદાવાદ ખાતે ભવ્ય કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ 25મી ડિસેમ્બરથી થઈ રહ્યો છે.જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે યોજાઈ રહેલા આ કાંકરિયા કાર્નિવલમાં અંદાજે ચાર કરોડથી વધારે ખર્ચો થશે.જે ગત વર્ષની સરખામણીમાં ઘણો વધારે ખર્ચો છે.
ઉલ્લેખનીય છેકે કાંકરિયા કાર્નિવલની શરૂઆત 25 ડિસેમ્બર 2008ના રોજથી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ દિવસે ભાજપના વરિષ્ઠ નેતા અને ભુતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈનો જન્મ દિવસ છે. પ્રથમ કાર્નિવલમાં અટલ બિહારી વાજપેઇના હાથે દિપ પ્રાગટ્ય કરીન કાર્નિવલ શરુ કરવામાં આવ્યો હતો. તે સાથે આ દિવસે ખ્રિસ્તીધર્મના લોકોનો નાતાલ પર્વ પણ આવે છે.મળતી માહિતી મુજબ, કાર્નિવલ પર દર વર્ષે થનારા ખર્ચ પર નજર કરીએ તો, વર્ષ 2009માં 1.64 કરોડ, વર્ષ 2010માં 2.18 કરોડ, વર્ષ 2011માં 2.13 કરોડ, ગત વર્ષ 2012માં 3.06 કરોડ અને ચાલુ વર્ષ 2013માં અંદાજે 4 કરોડથી પણ વધારે થશે. આ કાંકરિયા કાર્નિવલમાં છેલ્લા પાંચ વર્ષમાં અઢી કરોડથી વધુ લોકોએ આનંદ માણ્યો છે. આ વખતે પણ લાખોની સંખ્યામાં લોકો આવશે તેને ધ્યાને રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી છે.
RP
Reader's Feedback: