તાજેતરમાં વિદ્યાર્થીને દ્વારકાના પોશીત્રા ટાપુની મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા. આ ટાપુ ફરતે પરવાળાની ભેખડો જોવા મળે છે. અત્યારે ગ્લોબલ વોર્મિંગને લીધે પરવાળા નષ્ટ થઇ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતું કે પરવાળાની ભેખડો નષ્ટ થઇ જાય પછી તેને ફરી વિકસવામાં સદીઓનો સમય લાગે છે. ગ્લોબલ વોર્મિંગને લીધે પરવાળા ઝડપથી ખતમ થઇ રહ્યા છે.
ગુજરાતમાં કુલ ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો અને 23 અભ્યારણ્યો આવેલા છે. તેમાં પોશીત્રા ટાપુ જામનગર જિલ્લાના દરિયાકાંઠે કચ્છના અખાતની દક્ષિણ છેડે આવેલો છે. મરીન નેશનલ પાર્ક પર 42 ટાપુ આવેલા છે તેમાના પોશીત્રા ટાપુ ખૂબજ મહત્વપૂર્ણ છે. આ ટાપુની ફરતે પરવાળાની ભેખડો આવેલી છે. દરિયાઇ સૃષ્ટિના 25 ટકા જીવોને આવાસ પૂરા પાડે છે. વિશ્વના કુલ મત્સ્ય ઉત્પાદનમાંથી 25 ટકા ઉત્પાદન પરવાળાના વિસ્તારમાંથી મેળવવામાં આવે છે. પરવાળા અને તેના આશ્રયે જીવતી કેટલીય દરિયાઇ જીવસૃષ્ટિ કેન્સર જેવા હઠીલા રોગોને નાથવા માટેનો કુદરતી સ્ત્રો છે. પરવાળાની ભેખડ અત્યંત ધીમો વિકાસ પામતા પ્રાણીઓમાંથી બને છે. સમુદ્રનું તાપમાન વધે તો તેને ફરીથી વિકાસ પામતા સદીઓ લાગે છે.
પરવાળા દ્વારા રચાતી વિશાળ કદની છાજલીઓમાં સમુદ્ર ફુલ, જેલીફીશ, ઓક્ટોપસ, પફરફીશ, સ્ટાર ફીશ, દરિયાઇ ઘોડા, 20થી વધુ જાતિના કરચલાઓ, વિવિધ પ્રકારના દરિયાઇ કીડાઓ, દરિયાઇ કાકડી, સાપ, ગોકળ ગાય તથા વિવિધ પ્રકારના સંખલા અને છીપલા આશ્રય મેળવે છે. મરીન નેશનલ પાર્કમાં પોશીત્રા ટાપુ ઉપરાંત ખીજડીયા પક્ષી અભ્યારણ્ય, ગાગા ધોરાડ અભ્યારણ્ય, નરારા ટાપુ, ચરકલા મીઠાના અગરો વગેરે જોવાલાયક છે.
AI/RP
Reader's Feedback: