યુરિયાની વૈશ્વિક કિંમતોમાં થયેલા ઘટાડાના કારણે વર્ષ 2013-14માં યુરિયાની આયાત 30 ટકા ઘટીને 15,353 કરોડ થઈ હતી. ભારતે 2012-13માં 20,016 કરોડ રૂપિયાની કિંમતના યુરિયાની આયાત કરી હતી.
મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ 2013-14માં 12 ટકા ઘટીને 70.8 લાખ ટન થયું હતું. ઓછી માત્રાના કારણે ગત વર્ષે સ્ટોક બહુ નહોતો. ઈન્ડિયન પોટાશના ચેરમેન પીએસ ગેહલોતે જણાવ્યું હતું કે, 2013-14માં આયાત કરવામાં આવેલા યુરિયાની કિંમતમાં 50 ડોલર પ્રતિ ટનનો ઘટાડો નોંધાયો હતો અને આ કિંમત લગભગ 340 ડોલ ર પ્રતિ ટન હતી. જ્યારે ગચ વર્ષે તેની કિંમત લગબગ 389 ડોલર હતી.
સ્થાનિક માંગ પૂરી કરવા સરકાર તરફથી યુરિયાની આયાત ત્રણ કારોબારી એજન્સીઓ ઈન્ડિયન પોટાશ લિમિટેડ, એમએમટીસી તથા એસટીસી દ્વારા કરવામાં આવે ચે. ભારતમાં લગભગ 2.2 કરોડ ટન યુરિયાનું ઉત્પાદન થાય છે, જ્યારે તેની સામે ઘરેલું માંગ 3 કરોડ ટનથી વધારે છે.
MP
Reader's Feedback: