પેટ્રોલિયમ મંત્રી વિરપ્પા મોઈલીએ આજે કહ્યું કે ગેસના ભાવવધારા મુદ્દે લેવાયેલો નિર્ણય પરત લેવામાં આવે તેની કોઈ શક્યતા નથી. ઉલ્લેખનીય છેકે ગેસ ભાવવધારા મુદ્દે કેજરીવાલ સરકારે એન્ટી કરપ્શન બ્યૂરોને એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યાં હતા. અને તે સાથે આરોપ લગાવ્યો હતો કે અમુક કોંગ્રેસી નેતાઓ અને ઉધોગપતિની મિલીભગતને કારણે ગેસની ખોટી અછત્ત બતાવીને ગેસનો ભાવ વધારવામાં આવી રહ્યો.
પેટ્રોલિયમ મંત્રી વિરપ્પા મોઈલીએ કેજરીવાલ સરકાર દ્રારા જે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને જે એફઆઈઆર દાખલ થવા પામી છે. તે ગેરકાયદે છે. અને તેમણે કહ્યું હતું કે ગેસની કિંમત નક્કી કરવામાં સંપૂર્ણ રીતે કાયદાનું પાલન કરવામાં આવે છે. અને પહેલી એપ્રિલથી ગેસનો ભાવવધારો લાગુ થઈ જશે.
RP
Reader's Feedback: