Home» Crime - Disaster» Crime» Ishrat jahan case cbi files second chargesheet amit shah not named

ઇશરત કેસ: સીબીઆઇએ પૂરક ચાર્જશીટ દાખલ કરી

જીજીએન ટીમ દ્વારા | February 06, 2014, 03:53 PM IST

અમદાવાદ :

ઇશરત જહાં નકલી એન્કાઉન્ટ કેસમાં આજે સીબીઆઇએ પૂરક ચાર્જશીટ રજૂ કરી છે. અને આ પૂરક ચાર્જશીટમાં ગુજરાતનાં પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહનું નામ નથી. સીબીઆઇની ટીમે આજે બપોરે સીબીઆઇ કોર્ટમાં પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી.

સીબીઆઇની અંદાજે 200 પેજની પૂરક ચાર્જશીટમાં આઇબીનાં પૂર્વ અધિકારી રાજીન્દર કુમાર, રાજીવ વાનખેડે, એમ.કે.સિંહા,  ટી.મિત્તલનું નામ છે. 120, 302, 364, આમ્સૅ એક્ટ મુજબ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટ પૂર્વે કુલ 70 જેટલા સાક્ષીઓનાં નિવેદન લેવાયા હતા.

સીબીઆઇ કોર્ટ આવતીકાલે આ પૂરક ચાર્જશીટ પર સુનાવણી કરશે.

નોંધનીય છે કે પૂરક ચાર્જશીટમાં અમિત શાહનું નામ હોવા અંગે અટકળો વહેતી થઇ હતી. પણ સીબીઆઇએ પહેલા જ સંકેત આપ્યો હતો કે ચાર્જશીટમાં અમિત શાહનું નામ નહીં હોય.

ઇશરત જહાઅને અન્યોને ગુજરાત પોલીસ દ્વારા નકલી એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %