વર્તમાન સમયે ભ્રષ્ટાચાર દેશ માટે ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. એક અહેવાલ પ્રમાણે છેલ્લા 15 વર્ષમા સૌથી વધુ લાંચરૂશ્વતના ગુનાઓ વર્ષ 2013માં નોંધાયા છે. અને તેમાંથી માત્ર 33 ટકા લોકોને જ સજા મળતી હતી.
તેવી પરિસ્થિતિમાં ગુજરાત સરકારે ભ્રષ્ટાચારને ડામવા માટે એક પગલુંભર્યુ છે. ગુજરાત સરકારે ભ્રષ્ટાચારને નાથવા માટે બનેલા કાયદાઓને વધુ કડક બનાવવા તેમજ ઓરોપીઓ વિરુધ્ધ સુસજજ પુરાવા એકત્ર કરવા માટે ગુજરાત સરકાર દ્રારા લાંચરૂશ્વત વિભાગના પીઆઇઓને આધુનિક ટેકનોલોજીના સાધનો પુરા પાડવામા આવશે. અને તેઓને 100 ટકા સજા થાય તે રીતે કેસને મજબુત કરાશે.
મળતી માહિતી મુજબ, ગુજરાત સરકાર દ્રારા લાંચરૂશ્વતના ગુનાઓને ડામવા માટે લાંચરૂશ્વત ખાતાની નિમણૂક કરવામા આવી છે. આ ખાતાકીય વિભાગ માટે સરકાર દ્રારા 1800-233-44444 નંબર ફાળવવામા આવ્યો છે. જેમા વર્ષ 2013 મે માસથી કુલ 380 જેટલા લાંચરુશવતના કોલ આવ્યા હતા. અને તેમા પણ પોલીસે 18 જેટલા કેસોમા ટ્રેપ ગોઠવીને લાંચીયાઓને રંગે હાથે ઝડપી પાડવામા સફળ રહ્યા હતા.
વાત કરીએ તો વર્ષ 2010 ની , તો આ વર્ષમા સમગ્ર ગુજરાતમા કુલ 223 જેટલા લાંચના કેસો નોંધાયા હતા. તો તેની સામે વર્ષ 2013 મા કુલ 224 જેટલા કેસો નોંધાયા હતા. આ ચાર વર્ષના ગાળામા લાંચ કેસોને ડામવાને બદલે તેમા પણ વધારો જોવા મળ્યો છે. અને તેમા પણ ખાસ કરીને વર્ષ 2013 ના લાંચના 223 જેટલા કેસોએ છેલ્લા પંદર વર્ષના રેકોર્ડ તોડી નાંખ્યા હતા.
આટલા ધરખમ કેસોએ ગુજરાત પોલીસ માટે માથાનો દુંખાવો બની ગયુ હતુ. આ કેસોમા વધારો થવાના એક કારણ રુપે એ પણ ગણી શકાય કે જેટલા પણ કેસો નોંધાયા હતા અને આરોપી ઝડપાયા છે. તેઓ કાયદાકીય છટક બારીનો ઉપયોગ કરીને જેલમાથી છુટી જતા હોય છે. એક અભ્યાસ પ્રમાણે આ ગુનેગારોને માત્ર અને માત્ર 33 ટકા જેટલી જ સજા ભોગવતો હોય છે. જેને લઇને ગુજરાત પોલીસ દ્રારા એક આધુનિક અભિગમ અપનાવા જઈ રહી છે. જેમા ગુજરાતના 30 જેટલા લાંચરૂશ્વત પોલીસ સ્ટેશનમા સ્પાઇસ કેમેરા આપવામા આવ્યા છે. આ સ્પાઇસ કેમેરાનો ઉપયોગ તેઓ ચશ્મા, શર્ટના બટનમા, બોલપેનમા કે પછી અન્ય રીતે ઉપયોગ કરી શકશે.
આ ઉરાત સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, રાજકોટ, કચ્છ તેમજ જુનાગઢ શહેરોમા સાત ડીવાયએસપીની નિમણૂક કરવામા આવી છે. અને તેમા દરેક શહેર દીઠ ત્રણ જેટલા લીગલ એડવાઇઝરોની નિમણૂક કરવામા આવી છે.
ડીવાયએસપી દ્રારા લાંચરૂશ્વતના નોંધાયેલા ગુનામા પહેલેથી જ લીગલ એડવાઇઝરોની મદદ લેવામા આવશે. જેઓ પહેલેથી જ લીગલ એડવાઇઝ પ્રમાણે તમામ પુરાવા એકત્ર કરી લે. જેથી આરોપીને કાયદામાથી છટકવાની એક બારી ખુલ્લી ન રહે તેમજ તેને સૌ ટકા સજા મળી રહે. આ સાથોસાથ ગુજરાત પોલીસ દ્રારા લાંચરૂશ્વત ખાતાના પીઆઇ માટે 50 જેટલા લેપટોપની ફાળવણી કરવામા આવી છે. જે નજીકના ભવીષ્યમા તેઓને મળી રહેશે. કે જેનો ઉપયોગ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે જ પંચનામુ કરી શકે.
લાંચરૂશ્વત વિભાગ દ્રારા આવક કરતા વધુ સંપતિ ધરાવતા કર્મચારીઓ કે પછી અધિકારીઓના કેસમા નવ જેટલા કેસોને ડીટેકટ કર્યા છે. જે એક મહત્વની સફળતા કહી શકાય.
CP/RP
Reader's Feedback: