દેશના નાણામંત્રી પી.ચિદમ્બર પર એક સચિવે પોતાના અપમાનનો આરોપ લગાવ્યો છે. શહેરી વિકાસ મંત્રાલયના સચિવ સુધીર કૃષ્ણાએ આરોપ લગાવ્યો છે. તેમણે શહેરી વિકાસ મંત્રી કમલનાથ મારફતે પ્રધાનમંત્રી મનમોહન સિંહને આપેલા પત્રમાં લખ્યું છેકે એક અધિકારીક બેઠકમાં તેમણે નાણામંત્રીને અંગ્રેજીમાં પોતાની રજૂઆત કરી પરંતુ પી.ચિદમ્બરે વળતા જવાબમાં કહ્યું કે તેમની અંગ્રેજીમાં કરેલી રજૂઆતમાં સમજણ ન પડી .જેથી તે પોતાની રજૂઆત હિન્દીમાં નાણામંત્રીના અધિકારીઓને આપે. જેથી બાદમાં અધિકારીઓ તેનો અંગ્રેજીમાં અનુવાદ કરીને નાણામંત્રીને સમજાવી દેશે.
આ ઉપરાંત સચિવે આરોપ લગાવ્યો છેકે ચિદમ્બરે અનેક વખતા આ પ્રકારે ટિપ્પણી કરી અને તે વખતે તેમનો અવાજ અપમાનજનક હતો. જેથી તેમણે શહેરી વિકાસ મંત્રી કમલનાથને અનુરોધ કર્યો છેકે તેઓ આ મામલે પ્રધાનમંત્રીને જાણકારી આપી.
RP
Reader's Feedback: