Home» Women» Women Power» Twins sister on mount everest

જોડકી બહેનોએ સર કર્યો માઉન્ટ એવરેસ્ટ

Agencies | May 20, 2013, 11:26 AM IST

નવી દિલ્હી :

ઉત્તરાખંડની બે જોડકી બહેનોએ પોતાના ફાળે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની સિદ્ધિ નોંધાવી છે. દહેરાદૂનના કુટાલવાલી ગામમાં રહેનારી જોડકી બહેનોએ રવિવારે માઇન્ટ એવરેસ્ટ પર પગ મૂકીને ત્યાં ત્રિરંગો લહેરાવ્યો હતો.  માઇન્ટ એવરેસ્ટ સર કરનારી આ પહેલી જોડકી બહેનો છે.

ટ્વિન્સ સિસ્ટર તાશી અને નુંગ્શીની સાથેસાથે પાકિસ્તાનની 22 વર્ષીય સબીના એવરેસ્ટ સર કરનારી પાકિસ્તાનની પહેલી મહિલા છે. સબીના સાથે તેનો ભાઈ મિર્ઝા બેગ પણ આ આરોહણમાં સાથે હતો.

21 વર્ષીય જોડકી બહેનો તાશી અને નુંગ્શી કુટાલવાડી જોહડી નામના ગામમાં રહે છે અને તેમના પિતા વિરેન્દ્રસિંહ મલિક લશ્કરમાંથી રિટાયર્ડ થયેલા કર્નલ છે. તાશી અને નુંગ્શીએ એવરેસ્ટ સર કરવાનું અભિયાન 8 માર્ચે શરૂ કર્યું હતું. નેપાળમાં કેમ્પ કરીને તેઓએ બે અઠવાડિયા સુધી ટ્રેકિંગનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ આ જૂથ 22 માર્ચે કાઠમાંડુ પહોચ્યું. કાઠમાંડુથી નેપાળમાં ભારતના રાજદૂત જયંત પ્રકાશે આ લોકોને આગળ જવા માટે રવાના કર્યા હતા.

એવરેસ્ટ સર કરનારી તાસી અને નુગ્શીએ જાન્યુઆરી 2012માં આફ્રિકાનું સૌથી ઊંચો પર્વત શિખર કિલીમાંજારો સર કર્યો હતો .ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાંથી આ પહેલા બચેન્દ્રી પાલ, સુમનલતા કુટિયાલ, સવિતા મર્તોલિયા અને કવિતા બુઢાઠોકી એવરેસ્ટ સર કરી ચૂક્યા છે.

બે જોડકી બહેનોના એવરેસ્ટ આરોહણ સાથે ટ્રેન દુર્ઘટનામાં પગ ગુમાવી ચૂકેલી ઉત્તર પ્રદેશની વોલીબોલ ખેલાડી અરુણિમા પણ એકાદ બે દિવસમાં એવરેસ્ટ સર કરશે.


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %